ફરાળી રગડા પેટીસ (Farali Ragda Patties Recipe In Gujarati)

Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761

ફરાળી રગડા પેટીસ (Farali Ragda Patties Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપશીંગદાણા
  2. સ્વાદાનુસાર મીઠું
  3. ચપટીખાવા નો સોડા
  4. 1 ગ્લાસપાણી
  5. પેટીસ માટે :-
  6. 2 નંગ બાફેલા બટેટા
  7. 1 ચમચી લીલામરચાં ની પેસ્ટ
  8. 1 ચમચી આદુ ની પેસ્ટ
  9. 1/2 ચમચી જીરું
  10. 4-5મીઠા લીમડા ના પાન
  11. 1 ચમચી લીંબુ નો રસ
  12. 3 ચમચી રાજગરા નો લોટ
  13. ચટણી માટે :-
  14. 1/2 કપ છીણેલ ફ્રેશ કોપરૂ
  15. 2-3લીલામરચાં
  16. 1/4 કપકોથમીર
  17. 6 મીઠા લીમડા ના પાન
  18. 1/2 ચમચી જીરું
  19. સ્વાદાનુસાર મીઠું
  20. જરૂર મુજબ પાણી
  21. વઘાર માટે :-
  22. 2 ચમચી તેલ
  23. 1 ચમચી જીરું
  24. 8 મીઠા લીમડા ના પાન
  25. 1 ચમચી લાલ મરચું
  26. 11/4 કપપાણી
  27. 2 ચમચી શેકેલ શીંગદાણા નો ભૂકો
  28. સર્વિંગ માટે :-
  29. દાડમ ના દાણા
  30. કોથમીર
  31. ફરાળી ચેવડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર માં શીંગદાણા મીઠું ખાવાના સોડા અને પાણી નાખી ચાર-પાંચ સીટી વગાડી સીંગદાણા બાફી લો

  2. 2

    હવે એક બાઉલમાં બાફેલા બટેટા ને સ્મેશ કરી લો પછી તેમાં લીલા મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ જીરુ લીમડાના પાન લીંબુનો રસ રાજગરાનો લોટ નાખી મિક્સ કરી પેટીસ બનાવી લો પેનમાં થોડું તેલ મૂકી પેટીસ ને ગોલ્ડન બ્રાઉન શેકી પ્લેટમાં કાઢી લો

  3. 3

    હવે ચટણી માટે જારમાં ફ્રેશ કોપરાનું છીણ લીલા મરચાં કોથમીર લીમડાના પાન જીરૂ મીઠું અને પાણી નાખી ક્રશ કરી લો

  4. 4

    હવે એક પેનમાં તેલ મૂકી જીરું લીમડાના પાન લાલ મરચું અને બનાવેલી ગ્રીન ચટણી નાખી મિક્સ કરી પાણી અને શેકેલા સિંગદાણાનો ભૂકો નાખો પછી તેમાં બાફેલા સિંગદાણા અને પાણી નાખી ચાર પાંચ મિનિટ ઢાંકીને ઉકળવા દો સરખી રીતે ઉકડી જાય એટલે ગેસ બંધ કરી દો

  5. 5

    હવે પ્લેટમાં પેટીસ મૂકી ઉપર રગડો રેડી ઉપર આપણે બનાવેલી ચટણી દાડમના દાણા કોથમીર ફરાળી ચેવડો નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Kotecha
Hetal Kotecha @cook_19424761
પર

Similar Recipes