રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ
  1. 6 નંગબટાકા
  2. 4 નંગડુંગળી
  3. 200 ગ્રામબેસન
  4. 1 ચમચીઆદુની પેસ્ટ
  5. 1 ચમચીલસણની પેસ્ટ
  6. 2ઝીણા સમારેલા મરચાં
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચીમરચા પાઉડર
  9. 1 ચમચીહળદર પાઉડર
  10. 1 ચમચીધાણા પાઉડર
  11. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  12. 1/2 ચમચીચાટ મસાલો
  13. કોથમીર
  14. લાલ ચટણી
  15. લીલી ચટણી
  16. 500 ગ્રામતેલ
  17. 12 નંગબ્રેડ સ્લાઈઝ
  18. 1/2અજમા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકા બાફીશુ. ત્યારબાદ લાલ-લીલી ચટણી કરીશું. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ ને એક કડાઈમાં થોડું તેલ મૂકી અને સાંતળીશુ.

  2. 2

    હવે બાફેલા બટાકાને ક્રસ કરીશું. પછી તેમાં સાંતળેલી ડુંગળી આદુ,લસણની પેસ્ટ ઝીણા સમારેલા મરચા મીઠું, હળદર,ચટણી,ધાણાજીરૂ,આમચૂર પાઉડર,ચાટ મસાલો, અજમા અને ધાણા ભાજી નાખીશું. પછી બરાબર રીતે મિક્સ કરીશુ તો આલો આપણુ સ્ટફિંગ તૈયાર.

  3. 3

    ત્યારબાદ આપણે બ્રેડ લેશું. તેમાં લાલ લીલી ચટણી લગાવી શું.ત્યારબાદ સ્ટફિંગ ભરીશું.

  4. 4

    એક બાઉલમાં ચણાનો લોટ લેશું. પછી તેમાં મીઠું,હળદર,ચટણી અને પાણી નાખી પકોડા તરવાનું બેટર તૈયાર કરીશું.

  5. 5

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી.હવે આપણે બ્રેડ સ્ટફિંગ ભરેલું છે તેમાં આપણે ક્રોસમાં ચપ્પુ વડે કાપા પાડીશુ.ચણાના લોટનું બેટર તૈયાર કરેલું છે તેમાં ડીપ કરી અને તરીશું. તો હવે આપણા બ્રેડ પકોડા રેડી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunjal Raythatha
Kunjal Raythatha @cook_26325293
પર

Similar Recipes