ઉપમા (Upma Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#trend3
ઉપમા એ એક બહુ જાણીતી દક્ષિણ ભારતીય નાસ્તા ની વાનગી છે. બહુ સરળ અને ઝડપી બનતી આ વાનગી એક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા ની શ્રેણી માં આવે છે. ફક્ત દક્ષિણ ભારત નહીં પરંતુ ભારતભરમાં ઉપમા જાણીતો અને લોકપ્રિય છે.
ઉપમા વિવિધ શાકભાજી સાથે અને વિના બન્ને રીતે ,તમારી પસંદ અને અનુકૂળતા પ્રમાણે બનાવી શકાય છે.
મેં અહીં મારા પરિવાર ની પસંદ પ્રમાણે બનાવ્યો છે. મારા પરિવાર માં ઉપમા સાથે બિકાનેરી ભુજીયા બહુ પસંદ છે એટલે મેં તેની સાથે સર્વ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપરવો
  2. 2 ચમચા તેલ
  3. 2લીલા મરચાં ની ચીરીઓ
  4. 8-10લીમડા ના પાન
  5. 1 ચમચો કાજુ ટુકડા
  6. 1 ચમચો કિસમિસ
  7. 1 ચમચીઅડદ ની દાળ
  8. 1/2 ચમચીરાઈ
  9. 1/2 ચમચીજીરું
  10. ચપટીહિંગ
  11. સ્વાદાનુસારમીઠું
  12. જરૂર મુજબ સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    તેલ ગરમ મૂકી, અડદ ની દાળ નાખો, એક બે સેકન્ડ પછી રાઈ, જીરું નાખી, તતળે એટલે હિંગ, લીમડો, લીલા મરચાં નાખી એક બે સેકન્ડ સાંતળો. પછી કાજુ કિસમિસ ઉમેરી ને એક મિનિટ સાંતળો.

  2. 2

    હવે રવો ઉમેરો અને ધીમી આંચ પર સેકો. લગભગ 2-3 મિનિટ સેકવો. હું રવો પેહલા થી સેકી ને રાખું છું તેથી 2-3 મિનિટ માં શેકાય જશે.

  3. 3

    હવે 3 થી 3.5 કપ પાણી ધીમે ધીમે ઉમેરો અને હલાવતા જાઓ જેથી ગઠ્ઠા ના પડે. પાણી બને તો હૂંફાળું ગરમ રાખવું. મીઠું પણ સ્વાદ પ્રમાણે ઉમેરી દેવું. પાણી ની માત્રા રવો જાડો-ઝીણો હોઈ એ પ્રમાણે થોડું વધઘટ થઈ શકે.

  4. 4

    હવે હલકી આંચ પર હલાવતા રહો અને જ્યાં સુધી રવો પાણી શોષી લે અને વાસણ ની સાઈડ છોડવા લાગે ત્યાં સુધી સેકો.

  5. 5

    કોથમીર થઈ સજાવો અને ગરમ ગરમ પીરસો.

  6. 6

    મેં બિકાનેરી ભુજીયા સાથે પીરસ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes