વેજ ઉપમા પેટીસ (veg upma patis recipe in gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

આ એક એવી પેટીસ છે જેને બાફવામાં આવી છે.. સ્વાદ મા સ્વાદિષ્ટ, દેખાવ મા રંગબેરંગી અને સ્વાસ્થ્ય વર્ધક વાનગી છે. જેમાં ઉપમા અને પેટીસ નું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.. ખૂબ જ ઓછા તેલ મા બનતી વાનગી છે આ ઉપમા પેટીસ.
#વિકમીલ૩

વેજ ઉપમા પેટીસ (veg upma patis recipe in gujarati)

આ એક એવી પેટીસ છે જેને બાફવામાં આવી છે.. સ્વાદ મા સ્વાદિષ્ટ, દેખાવ મા રંગબેરંગી અને સ્વાસ્થ્ય વર્ધક વાનગી છે. જેમાં ઉપમા અને પેટીસ નું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.. ખૂબ જ ઓછા તેલ મા બનતી વાનગી છે આ ઉપમા પેટીસ.
#વિકમીલ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. ઉપમા માટે
  2. 1વાટકો રવો
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીજીરું
  6. 1વાટકો જીણુ સુધારેલ ગાજર
  7. 1 વાટકીબાફેલા વટાણા
  8. 2 ચમચીઅડદ દાળ
  9. મીઠુ સ્વાદાનુસાર
  10. 1લીંબુ
  11. 1/2 વાટકીકોથમીર
  12. 1/2 ચમચીહિંગ
  13. 1 ચમચીલીમડાના પાન
  14. 1 ગ્લાસપાણી
  15. સ્ટફિંગ માટે
  16. 3બટેટા
  17. 1વાટકો મકાઈ ના દાણા
  18. 2 ચમચીલાલ મરચું
  19. મીઠુ સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    અડદ દાળ ધોઈ પલાળી દેવી. તેલ મૂકી રાઈ, જીરું અડદ દાળ, હિંગ નાખી સેકી લેવું. પછી તેમાં ગાજર અને વટાણા નાખવા. સરખી રીતે સેકાય જાય પછી મીઠુ ઉમેરવું

  2. 2

    પછી તેમાં રવો, ખાંડ, લીમડો, કોથમીર નાખી સેકવું. એકદમ સેકાય જાય પછી પાણી ઉમેરવું. પછી એકદમ રવો ચડવા દેવો. ગેસ બંધ કર્યા પછી લીંબુ ઉમેરવું.

  3. 3

    બટેટા બાફી, છુન્દો કરી તેમાં મીઠુ, મરચું અને મકાઈ ના દાણા ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    ઉપમા મા સ્ટફિંગ કરી પેટીસ તૈયાર કરવી. તેને 20 મિનિટ સ્ટીમ કરવી.

  5. 5

    સ્ટીમ થશે એટલે પેટીસ મોટી બની જશે. પછી તેને ગરમ ગરમ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes