મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૨૦૦ ગ્રામ દેસી ઘી
  3. ૨૦૦ ગ્રામ ખાંડ
  4. ૪ ચમચી ધ્રબો દેવા માટે ઘી
  5. ૧/૨ કપ દૂધ
  6. ૧૨-૧૫ ઇલાયચી
  7. ૧૨-૧૫ પિસ્તા
  8. જરૂર મુજબ ચાસણી બનાવવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટ ને ધ્રાબો દેવા માટે એક મોટા વાસણમાં લોટ લઈ તેમાં ૪ ચમચી ઘી અને પા કપ દૂધ એડ કરી હાથ થી લોટ માં મિક્સ કરો અને તેને 1/2કલાક માટે rest આપો.

  2. 2

    હવે આ મિશ્રણ ને ચારણી થી બરાબર ચાળી લેવાનું છે જેથી સરસ કણી પડશે.

  3. 3

    એક પેન માં ઘી ગરમ કરવા મૂકો. ઘી બરાબર ગરમ થાય એટલે તેમાં મિશ્રણ એડ કરી સતત હલાવતા રહેવું છે.મિશ્રણ ને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી સેકવાનું છે અને સતત હલાવ્યા કરવાનું છે જેથી નીચે લોટ ચોંટે નહિ.

  4. 4

    મિશ્રણ બરાબર શેકાય જાય એટલે એણે થોડું ઠંડું થવા દેવાનું છે એટલે એને સાઈડ પર રાખી હવે ચાસણી બનાવવા ની છે.

  5. 5

    એક વાસણમાં માં બે કપ પાણી લઈ તેમાં ખાંડ ઉમેરો અને ઉકળવા માટે મૂકો. જો મોહનથાળ લચકો બનાવવો હોય તો એક તાર ની ચાસણી કરવી અને જો પીસ કરવા હોય તો દોઢ તાર ની ચાસણી કરવી.

  6. 6

    ચાસણી થઈ ગયા પછી તેમાં ઇલાયચી ના દાણા નો પાઉડર કરી મિક્સ કરી દો અને હવે આ ચાસણી માં શેકેલો લોટ એડ કરી બરાબર હલાવી લ્યો.

  7. 7

    ઘી થી ગ્રીસ કરેલી થાળી માં મોહનથાળ સેટ કરવા મૂકો. અને ઉપર પિસ્તા થી ડેકોરેટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes