પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીરને મેરીનેટ કરવા માટે એક બાઉલમાં હંગ કડ, ચણાનો લોટ, મીઠું, સંચળ, પંજાબી ગરમ મસાલો ધાણા પાઉડર, જીરુ પાઉડર, ચાટ મસાલો, કાશ્મીરી લાલ મરચું અને આદુની પેસ્ટ લો.હવે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મુકો.
- 2
તેલ એકદમ ગરમ થાય ત્યારબાદ તેને ઠંડુ કરી લાલ મરચું નાખો. અને આ તેલ દહીં ના મિશ્રણમાં એડ કરો. બધુ બરાબર મિક્સ કરવુ. ત્યારબાદ તેમાં કટ કરેલા કેપ્સિકમ અને ટામેટાના એડ કરવા. (જો તમે કાંદા ખાતા હોય તો કાંદા પણ લઈ શકો છો)
- 3
હવે તેમાં પનીર એડ કરો. બરાબર કોટિંગ કરી 30 મિનિટ માટે રેસ્ટ આપો. હવે એક સ્ટીક માં કેપ્સીકમ ટામેટુ અને પનીર વારાફરતી ગોઠવો
- 4
ત્યારબાદ તેને ધીમા તાપે ગ્રીલ કરો. નોનસ્ટિક તવા પર થોડું તેલ ગરમ કરી તેના પર મેરીનેટ કરેલા પનીર કેપ્સિકમ અને ટામેટાના ને રોસ્ટ કરવા. આમ બંને રીતે પનીરને રોસ્ટ કરી શકાય છે.
- 5
તૈયાર થયેલા પનીરને એક પ્લેટમાં લેવા.
- 6
ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ સુકા મસાલા તૈયાર કરવા.ટામેટા અને દૂધી ને ઝીણા કટ કરવા.(દુધી ની જગ્યાએ કાંદા લઇ શકો છો) હવે એક કડાઈમાં તેલ ગરમ કરો ત્યારબાદ તેમાં તૈયાર કરેલા મસાલા એડ કરી થોડીવાર સાંતળો.
- 7
હવે તેમાં દૂધી અને ટામેટાં એડ કરવા. ત્યારબાદ તેમાં મીઠું અને લાલ મરચું એડ કરી બધું બરાબર મિક્સ કરો.
- 8
હવે આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવું ત્યારબાદ તેને મિક્સરમાં જાર માં લઈ થોડું પાણી એડ કરી પેસ્ટ તૈયાર કરવી. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.
- 9
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા અને આદુની પેસ્ટ એડ કરો. ત્યારબાદ તેમાં કોથમીર અને કસુરી મેથી એડ કરો. બધું બરાબર મિક્સ કરો. ટામેટા થોડા ચડી જાય પછી તેમાં ટામેટા અને દુધી ની બનાવેલી પેસ્ટ એડ કરવી.
- 10
ત્યારબાદ તેમાં થોડુ પાણી એડ કરો અને બરાબર મિક્સ કરો હવે તેમાં ચાટ મસાલો, કિચન કિંગ મસાલો, મીઠું અને કાશ્મીરી લાલ મરચું એડ કરી બરાબર મિક્સ કરો અને પાંચ થી ૭ મિનીટ ચડવા દેવું. ત્યારબાદ તેમાં મેરીનેટ કરતા વધેલું દહીં અને બેસન નું મિશ્રણ એડ કરવુ. બરાબર હલાવી લેવું. ત્યારબાદ તેમાં ખમણેલું પનીર એડ કરવું.
- 11
બરાબર મિક્સ કરી તેમાં રોસ્ટ કરેલા પનીર કેપ્સિકમ અને ટામેટાના એડ કરવા. બરાબર મિક્સ કરી થોડી વાર ચડવા દેવું. છેલ્લે તેમાં અડધા લીંબુનો રસ અને પાણી ઉમેરી મિક્સ કરવુ તૈયાર છે પનીર ટીકા મસાલા.
- 12
તૈયાર થયેલ પનીર ટીકા મસાલા ને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#Trend#week - 3પનીર ટીકા મસાલા બનાવ્યું છે જે બાળકોની સાથે આપણને પણ ખૂબ જ ભાવે છે . આને આપણે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકીએ છીએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Solanki -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujarati Hetal Manani -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે. Urmi Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
-
-
-
પનીર ટિક્કા બિરયાની (Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટીક્કા બનાવ્યા પછી જે મેરીનેટ કરેલું અને અને કેપ્સીકમ કાંદા અને ટામેટા વધ્યા હોય તેમાંથી પનીર ટીકા બિરયાની બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC જો વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ ટીકકા મળી જાય તો વાત જ કંઈક જુદી છે. Hetal Chauhan -
પનીર ટિક્કા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#WEEK1#yogurt#punjabiઅત્યારે કોરોના ને લીધે બારે હોટલ માં જવાઈ નઈ.... અને જ્યારે તંદૂરી પનીર ટિક્કા ઘરે બનાવા ઘણા જ સરળ રહે છે.. અને બહાર જેવો જ સ્વાદ.. તો ચાલો તમારી સાથે શેર કરૂં Soni Jalz Utsav Bhatt -
-
-
-
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#Trend3#week3# special recip my bhabhi Crc Lakhabaval -
ડ્રાય પનીર ટિક્કા (Dry Paneer Tikka Recipe in Gujarati)
સ્ટાર્ટર માટે દરેક ને પસંદ આવે તેવી રેસીપી. અહીંયા મે તેને ગેસ ની ફ્લેમ્ પર શેક્યું છે. Disha Prashant Chavda -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
-
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3ઉનાળામાં સામાન્ય રીતે જમવાનું મન જ નથી થતું હોતું. ફકત ઠંડા પાણી અને કોલ્ડી્કસ જ ભાવે યા તો સાથે કોઈ સ્વીટ હોય તો જમવાનું ભાવે. પણ આજે હું અહીં એક પનીર નુ મસાલેદાર ચટપટુ શાક બનાવી રહી છું જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે બીજી એકપણ વસ્તુ ના હોય તો પણ ચાલે.સામાન્ય રીતે હું પનીર ટીક્કામા પનીર,કેપ્સીકમ,ડુંગળી કાચા નાખી ને ગે્વી માં કૂક કરુ છુ પણ આજે મેં પનીર,કેપ્સીકમ,ડુંગળી ને મેરીનેટ કરીને ગે્વી માં એડ કયાૅ છે. જેના લીધે પનીર ફીક્કું નથી લાગતું અને આ રીતે બનાવી તો શાક એકદમ ફલ્વેરફૂલ લાગે છે. Chhatbarshweta -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
#trend3Week3પનીર ટીક્કા મસાલા એ ખુબ જ ફેમસ ઈન્ડીયન ફુડ છે. પનીર ટીક્કા બે પ્રકારનાં હોય છે. એકતો તમે એને ડા્ય ચટણી સાથે સવઁ કરી સકો છો કે પછી તમે એને ગે્વી વાળાં નાન કે પરાઠા અને જીરા રાઈસ જોડે સવઁ કરી સકો છો. પનીર ટીક્કા મસાલા જે રેસ્ટોરાંમાં પીરસવામાં આવે છે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે એ લોકો એને તંદૂરમાં સરસ શેકે છે, તંદૂરમાં બનાવવા થી એમાં એક સરસ સ્મોકી સ્વાદ આપે છે. જે ખુબ જ સરસ લાગે છે.પનીર ટિક્કા મસાલા ઘરે પણ બહાર જેવાં જ સ્વાદિષ્ટ બનાવી સકાય છે. થોડો સમય વધારે લાગે છે, પણ ઘરે પણ તમે બહાર જેવાં ઘરે જ બનાવી એનો આનંદ લઈ સકો છો. પનીર ટિકકા મસાલા ડા્ય કે ગે્વી વાળા બનાવવા માટે સૌથી પહેલા પનીર, કેપ્સીકમ અને કાંદા ને દહીં માં મસાલા નાંખી મેરીનેટ કરવામાં આવે છે. પછી એને ઓવન કે લોઢી પર રોસ્ટ કરવામાં આવે છે, અને પછી એને ગે્વી માં ઉમેરી શાક તરીકે નાન કે પરોઠા જોડે ખાવામાં આવે છે કે પછી, ડા્ય ખાવા હોય તો તેને રોસ્ટ કરી ચટણી જોડે ખાવામાં આવે છે. અહીં મેં બંને રીતે બનાવ્યા છે.તમે મારી આ રેસિપી જરુર થી ટા્ય કરજો. એકદમ ટેસ્ટી પનીર ટિક્કા મસાલા બને છે. જરુર થી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી!!#પનીરટિક્કામસાલા#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (6)