સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૧ વાટકો ચણાની દાળ
  2. ૧ વાટકીદૂધ
  3. ૧ ચમચીઆદું મરચાંની પેસ્ટ
  4. ૨ ચમચીલસણની પેસ્ટ
  5. ૧/૨ ચમચીમીઠા સોડા
  6. ૧ મોટી ચમચીખાંડ
  7. ૫-૬ મીઠા લીમડાના પાન
  8. લીંબુનો રસ
  9. જરૂર મુજબપાણી
  10. સ્વાદાનુસાર મીઠું
  11. જરૂર મુજબ લીલાં ધાણા
  12. જરૂર મુજબ ઝીણી સેવ
  13. ૨ ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ ને બાઉલમાં કાઢી તેને બે વાર પાણી થી ધોઈ ૨-૩ કલાક ગરમ પાણી માં પલાળી દો.

  2. 2

    ૨-૩ કલાક બાદ તેને એક મિક્સર જારમાં લઈ તેને પાણી કાઢી ને કણીદાર પેસ્ટ બને એ રીતે ક્રશ કરી લો.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, લીમડો, હિંગ અને હળદર નાખી પછી તેમાં ક્રશ કરેલી પેસ્ટ ઉમેરીને બરાબર હલાવો અને પછી તેને ઢાંકીને ૫ મિનિટ સુધી ચઢવા દો.

  4. 4

    હવે તેમાં દૂધ ઉમેરી બરાબર મિકસ કરી ફરી ૫-૭ મિનિટ માટે કુક થવા દો.કૂક થઈ જાય પછી તેમાં ફરી થોડું દૂધ ઉમેરી તેમાં મીઠું, લીંબુનો રસ, ખાંડ, આદું મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, સોડા બધું ઉમેરી બરાબર મિક્સ કરી ફરી ૫ મીનીટ સુધી કૂક થવા દો.

  5. 5

    હવે તેને એક પ્લેટમાં કાઢી સેવ અને લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર
Navsari

Similar Recipes