રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને ૪ કલાક પલાળી રાખવી ત્યારબાદ તેમાં 2 લીલા મરચા અને લીંબુનાં ફૂલ અને થોડું પાણી નાખી ક્રશ કરી લેવું (દાળ અધકચરી પીસવી)
- 2
હવે ક્રશ કરેલી દાળ ને એક બાઉલમાં લેવી. ત્યારબાદ તેમાં હળદર, મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવુ. હવે તેમાં ઈનો ઉમેરી હળવા હાથે મિક્સ કરી તેલથી ગ્રીસ કરેલા ટીનમાં ખીરું પાથરવું.
- 3
ત્યારબાદ તેને અગાઉથી ગરમ કરેલા લોયા માં કાણાંવાળી ડીશ રાખી (નીચે પાણી નાખીને) અથવા ઢોકળીયામાં 15 થી 20 મિનિટ માટે ચડવા દેવું.
- 4
ખમણ ઠંડા થઈ જાય ત્યારબાદ તેને ટિન માંથી કાઢી લેવા. અને હાથેથી ભૂકો કરવો અથવા ખમણી થી પણ કરી શકાય. લીલા મરચા ઝીણા કટ કરવા.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં રાઈ, લીમડો અને ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરો. પાણી થોડુંક ઊકળવા દેવું.
- 6
હવે તેમાં ભૂકો કરેલ ખમણ એડ કરી બરાબર મિક્સ કરો. તો તૈયાર છે સેવ ખમણી.
- 7
તૈયાર થયેલ ખમણીને સર્વિંગ પ્લેટમાં લઈ સેવ, દાડમ, કોથમીર અને કોપરા ખમણ થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai -
-
-
-
-
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
-
-
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. સેવ ખમણી બે રીતે બને છે. ટ્રેડિશનલ સેવ ખમણી વાટેલી ચણાની દાળને ધીરા તાપે પકાવીને બનાવવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્ટ સેવ ખમણી ખમણ ની જેમ સ્ટીમ કરીને પછી તેનો ભૂકો કરી ને બનાવવામાં આવે છે. મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવવી છે જે ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે.#CB7#cookpadindia#cookpad_gu spicequeen -
-
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (6)