દહીં ભલ્લા ચાટ (Dahi Bhalla Recipe In Gujarati)

Kiran Patelia
Kiran Patelia @kiranPateliya1975
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4/5સર્વિંગ
  1. 500 ગ્રામઅડદની દાળ
  2. 100 ગ્રામમગની દાળ
  3. 800 ગ્રામદહીં અથવા એક મોટો બાઉલ
  4. જરૂર મુજબ તેલ તળવા માટે
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1/2 કપમીઠી ચટણી
  7. 1/2 કપકોથમીર ની તીખી ચટણી
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  10. 1 વાટકીદાડમના દાણા
  11. 1 વાટકીકોથમીર ઝીણી સમારેલી
  12. 4 થી 5 ચમચીસાકર
  13. 1 બાઉલમીઠું નાખેલી છાસ અથવા પાણી
  14. 100 ગ્રામચણાના લોટની સેવ અથવા બૂંદી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળ અને મગની દાળને સારી રીતે ધોઈને ૪ થી ૫ કલાક પલાળી દેવી

  2. 2

    પછી પાણી નિતારીને મિક્સીમાં ક્રશ કરી લેવી પાણી એડ કરવું નહીં ક્રશ કરેલી દાળ ની અંદર મીઠું એડ કરી સારી રીતે મિશ્રણ હલકુ થાય ત્યાં સુધી ફિણી લો

  3. 3

    પછી પાણી વાળો હાથ કરી નાના નાના વડા ગરમ તેલમાં સોનેરી થાય તેવા તળી લેવા વડા ને તરત જ મીઠા વાળા પાણી અથવા મીઠાવાળી છાશમા ઉમેરવા, દહીં માં ખાંડ નાખી વલોવી લો તૈયાર રાખો

  4. 4

    પંદર-વીસ મિનિટ પાણીમાં રાખીને પછી વડા હાથે થી થોડા પ્રેસ કરી પ્લેટમા ગોઠવો વડા ઉપર ખાંડ મિક્સ કરેલું દહીં રેડવું

  5. 5

    ત્યારબાદ ઉપર તીખી અને મીઠી ચટણી જરૂર મુજબ ઉમેરવી,ઉપરથી દાડમના દાણા, સેવ, કોથમીર, લાલ મરચું, શેકેલા જીરાનો પાઉડર, ચાટ મસાલો છાંટવા સર્વ કરવા માટે તૈયાર છે દહીં ભલ્લા ચાટ

  6. 6

    દહીં વડા ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે, દહીંમા ફક્ત સાકર ઉમેરવી મીઠું નાખવું નહીં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Patelia
Kiran Patelia @kiranPateliya1975
પર

Similar Recipes