દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

આ એક સરસ નાસ્તો છે અને તે જમવામાં પણ લઈ શકાય છે આ એક પ્રકારની ચાટ છે જેમાં બધા સ્વાદ આવી જાય છે
#WD

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

આ એક સરસ નાસ્તો છે અને તે જમવામાં પણ લઈ શકાય છે આ એક પ્રકારની ચાટ છે જેમાં બધા સ્વાદ આવી જાય છે
#WD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 200 ગ્રામઅડદની દાળ
  2. 500 ગ્રામદહીં
  3. તેલ તળવા માટે
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ગળી ચટણી
  6. ધાણા ફુદીના ની ચટણી
  7. 2લીલા મરચા
  8. હિંગ
  9. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  10. 1/4 ચમચીમરી પાઉડર
  11. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  12. દાડમના દાણા
  13. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    અડદની દાળને ૪ થી ૫ કલાક પલાળી રાખો પછી તેને મિક્સીમાં પીસી લો

  2. 2

    આ મિશ્રણમાં મીઠું હિંગ અને લીલા મરચાં વાટેલા ઉમેરો હવે તેને એક જ બાજુ ખૂબ જ ફીણવું જેથી ખીરુ એકદમ હલકું થઇ જશે જેટલું વધારે ફિનાશે એટલા વડા પોચા બનશે

  3. 3

    એક કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ખીરામાંથી વડા મૂકો

  4. 4

    વડા તળાઈ ગયાબાદ પાણીમાં ઉમેરો સોફ્ટ થાય એટલે એક ડીશમાં લઈ લો

  5. 5

    દહીંને વલોવી લો તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ ઉમેરો હવે વડા ઉપર બધા વડા ઢંકાઈ જાય તેટલું દહીં ઉમેરો તેની ઉપર લીલી ચટણી ગળી ચટણી સ્વાદ મુજબ ઉમેરો હવે તેના પર લાલ મરચું પેલા જીરાનો પાઉડર અને મરી પાઉડર ઉમેરો છેલ્લે તેના પર લીલા ધાણા અને દાડમના દાણા ઉમેરી સ્વાદિષ્ટ દહીં વડા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes