શીંગ તલની સુખડી (Sing Tal Ni Sukhdi Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

શીંગ તલની સુખડી (Sing Tal Ni Sukhdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીશેકેલી શીંગ
  2. ૧ વાટકીતલ
  3. ૧ વાટકીગોળ
  4. ૧/૨ વાટકીઘી
  5. ૧-૧/૨ ચમચી સુંઠ પાઉડર
  6. ૨ ચમચીબદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકીને ધીમા તાપે સરસ શેકી લો પછી સહેજ ઠંડાં થવા દો

  2. 2

    હવે મિક્સર નાં એક બાઉલમાં પહેલા શેકેલી શીંગ નો ભુક્કો કરી લેવો અને પછી તેની જ રીતે તલ નો પણ ભુક્કો કરી લો

  3. 3

    હવે એક કડાઈમાં ધી લઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકવું પછી તેમાં ગોળ નાખી ને પકાવો

  4. 4

    ગોળ ઓગળી જાય પછી તેને થોડીવાર સુધી જ પકાવો વધારે ન પકાવો નહીં તો સુખડી કડક બનશે હવે તેમાં સુંઠ પાઉડર અને આ તૈયાર કરેલ ભુક્કો ઉમેરો

  5. 5

    હવે એકદમ સરસ મિક્સ કરીને પછી ગેસ બંધ કરી દો અને તેને એક થાળીમાં કે ચોકીમાં પાથરી દો પછી તેની ઉપર બદામની કતરણ ભભરાવી દો

  6. 6

    પછી સહેજ ઠંડો થાય એટલે તેમાં કાપા કરી લો પછી પીરસો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes