વેજ આલુ ચીઝ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. પેટીસ બનાવવા માટે
  2. 4 નંગબાફેલા બટાકા
  3. 1/4 કપમકાઈના દાણા
  4. 1/4 કપબાફેલા વટાણા
  5. 1/4 કપકટ કરેલું ગાજર
  6. 2 ચમચીફણસી
  7. 1/2 કપપલાળેલા પૌવા
  8. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીઆમચૂર પાઉડર
  11. 1 ચમચીચીલી ફ્લેક્સ
  12. 1 ચમચીઓરેગાનો
  13. 1 ચમચીઆખા ધાણા નો પાઉડર
  14. 2 ચમચીતેલ
  15. 3ચીઝ ક્યુબ
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. સ્લરી બનાવવા માટે
  18. 4 ચમચીમેંદો
  19. 4 ચમચીકોર્ન ફ્લોર
  20. 1 ચમચીમરી પાઉડર
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. પાણી જરૂર મુજબ
  23. 1 કપક્રશ કરેલા મકાઈના પૌવા (કોટિંગ માટે)
  24. તેલ તળવા માટે
  25. સ્પ્રેડ બનાવવા માટે
  26. 3 ચમચીટોમેટો કેચપ
  27. 3 ચમચીમેયોનીઝ
  28. 1 ચમચીલાલ મરચું પાઉડર
  29. અન્ય સામગ્રી
  30. 5 નંગબર્ગર બન
  31. 2 નંગટામેટા
  32. 1 નંગકાકડી
  33. 6લેટીસ ના પાન
  34. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટીક્કી બનાવવા માટે બટાકા ને બાફી ને મેશ કરવા અને બધા વેજિટેબલ્સ કટ કરવા. તેમજ ચોખાના પૌવા ને દસ મિનિટ પલાળી રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરોત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો. હવે તેમાં ગાજર અને ફણસી ઉમેરી થોડી વાર ચડવા દો.હવે તેમાં આમચૂર પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં વટાણા અને મકાઈના દાણા અને મસાલા એડ કરવા. ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા અને મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો

  2. 2

    હવે તેમાં લાલ મરચું પાઉડર એડ કરો અને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરો. તૈયાર થયેલા વેજીટેબલ ના મિશ્રણ ને મેશ કરેલા બટાકા માં એડ કરો.હવે તેમાં આમચૂર પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરી લો. એક પ્લેટમાં ચીઝ કટ કરીને રાખો. હવે તૈયાર થયેલા મિશ્રણમાંથી નાનો લુઓ લઇ બોલ બનાવો.હવે તેને થોડું થેપી વચ્ચે ચીઝ મૂકી ફરીથી બોલ બનાવી અને ટીક્કી નો સેપ આપો

  3. 3

    આ રીતે બધી ટીક્કી તૈયાર કરી એક કલાક માટે ફ્રીઝ માં મૂકો. એક પ્લેટમાં ક્રશ કરેલા મકાઈના પૌવા લેવા. એક બાઉલમાં સ્લરી માટેની સામગ્રી તૈયાર કરી. પાણી ઉમેરી સ્લરી તૈયાર કરવી.સૌપ્રથમ ટીક્કી ને સ્લરી મા ડીપ કરી ક્રશ કરેલા મકાઈ પૌઆ થી કોટિંગ કરી 20 મિનિટ માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકો.હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં ટીક્કી ને તળી લો. અને કાણાવાળા વાસણમાં કાઢવી.

  4. 4

    ટામેટા કાકડી ને કટ કરીને રાખવા લેટીસ ના પાનને ધોઇને રાખવા. એક બાઉલમાં ટોમેટો કેચપ, મેયોનીઝ અને લાલ મરચું મિક્સ કરી સ્પ્રેડ બનાવો.

  5. 5

    બર્ગર એસેમ્બલ કરવા માટે બધી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ બર્ગર ના બંન્ને વચ્ચેથી કટ કરી બટરમાં શેકી લો.

  6. 6

    હવે તેના પર સ્પ્રેડ લગાવો ત્યારબાદ તેના પર લેટેસ‌ ના પાન અને પેટીસ મૂકો.

  7. 7

    હવે તેના પર કાકડી, ટમાટર અને ચીઝ સ્લાઇસ મૂકી બર્ગર રેડી કરો. તૈયાર થયેલ બર્ગર ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

Similar Recipes