વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)

Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
Navsari, Gujarat

બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા.

વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)

બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૪ નંગબર્ગર બન
  2. ૧ નંગ ટામેટાની સ્લાઈસ
  3. ૧ નંગકાંદો લાંબો કાપેલો
  4. જરૂર મુજબબટર
  5. ૪ નંગચીઝ સ્લાઈસ
  6. બર્ગર સોસ બનાવવા માટે:
  7. ૧/૨ કપ માયોનીઝ
  8. ૧/૨ કપ ટોમેટો કેચપ
  9. આલુ‌‌ ટીક્કી માટે:
  10. ૪ નંગબાફેલા બટાકા
  11. ૧ નાની વાડકીવટાણા
  12. જરૂર મુજબબટર
  13. ૧/૨ ચમચી લાલ મરચું
  14. ૧/૨ ચમચી હળદર
  15. ૧/૨ ચમચી ગરમ મસાલો
  16. ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  17. ૧/૨ ચમચીજીરા પાઉડર
  18. ૨-૩ ચપટી મરી પાઉડર
  19. ૧ ચમચીધાણાજીરૂ
  20. સ્વાદ અનુસાર મીઠું
  21. આલુ ટીકી ડીપ કરવા માટે:
  22. ૧/૨ કપ‌ મેંદો
  23. ૧/૨ કપકોર્ન ફ્લોર
  24. ૨-૩ ચપટી મરી પાઉડર
  25. ૨ ચપટીમીઠું
  26. જરૂર મુજબબ્રેડ ક્રમ્સ
  27. ૧ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક પેનમાં બટર મૂકી વટાણા નાખી ૫ મિનિટ જેવું થવા દો. ત્યાર પછી વારાફરતી બધો મસાલો નાખી, ૫ મિનિટ થવા દો, સ્મેસ કરેલો બટાકો નાખીને બરાબર મિક્સ કરી લો, પાંચ દસ મિનિટ જેવું થવા દો. બટાકાનો માવો ઠંડો પડે પછી એક એલ્યુમિનિયમ ફોઈલમાં સિલિન્ડર શેપ બનાવી લો અને ફોઈલ ની અંદર વીંટાળી ને 30 થી 45 મિનિટ માટે ફ્રીઝ માં રહેવા દો. (ધ્યાન રહે બટાકાનો માવો બિલકુલ ડ્રાય હોવો જોઈએ, સ્મેસર થી જ બટાકાં સ્મેસ કરવા જેથી ઢીલા નહીં થાય.)

  2. 2

    બર્ગર સોસ બનાવવા માટે: એક બાઉલમાં માયોનીઝ અને ટોમેટો કેચપ નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ટીકીને ડીપ કરવા માટેનું મિશ્રણ બનાવવા: એક બાઉલમાં બધી સામગ્રી લઇ બરાબર મિક્સ કરી લો. ૧/૨ થી ૧ કપ જેટલું પાણી નાખી મીડીયમ કસીસ્ટનસી વાળું ખીરુ બનાવી લો

  4. 4

    એક ડીશમાં કોર્ન ફ્લોર, ડીપ કરવા બનાવેલું મિશ્રણ નું બાઉલ, એક ડીશમાં બ્રેડક્રમ્સ લઈ બધુ લાઈનમાં ગોઠવી દો. ટીકીને ફ્રીઝમાંથી કાઢી મીડિયમ સાઇઝની સ્લાઈસ પાડી લો. એક ટીકીને હાથમાં લઇ ૧. સૌપ્રથમ કોર્ન ફ્લોર ની ડીશ માં ડીપ કરો, ૨. બનાવેલા ખીરા ના બાઉલમાં ડીપ કરો, ૩. ત્યાર પછી બ્રેડ ક્રમ્સ ની ડીશ માં ડીપ કરો.

  5. 5

    આ બધી પ્રોસેસ એકદમ ધીમે ધીમે કરવી. ખુબ જ સરસ ટીક્કી બનશે. એકસાથે બધી ટીક્કી બનાવી ને ડિશમાં ગોઠવી દેવી. જેથી આપણે લાસ્ટ વાળો સ્ટેપ ખુબ જ સરસ રીતે કરી શકીએ.

  6. 6

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી બધી ટીક્કીને મીડીયમ તાપે ફ્રાય કરી લો.

  7. 7

    એક મોટી થાળીમાં બર્ગર બન લઈ વચ્ચેથી કટ કરી લો. એક પેનમાં બટર ગરમ કરવા મૂકી બંને બેઉ બાજુ સરસ રીતે શેકી લો કડક નહીં થઈ જાય એનું ધ્યાન રાખો.

  8. 8

    બર્ગર બન્ ના ટોપ ના ભાગે બર્ગર સોસ સ્પ્રેડ કરો, બન ના નીચેના ભાગે ટીક્કી ‌મૂકો, ટીકી ની ઉપર ટોમેટો સ્લાઈસ,‌ કાંદો, ચીઝ સ્લાઈસ મૂકી બન ના ટોપ ભાગને ઉપર મૂકી દો. (એક મીડીયમ ગરમ પેનમાં તળેલી ટીક્કી મૂકી ઉપર ચીઝ સ્લાઈસ મૂકી ૨ - ૩ મિનિટ માટે ઊંધી ડીશ ઢાંકી દો. આ સ્ટેપ ઓપ્શનલ છે)

  9. 9

    આ રીતે જોઈએ એટલા બર્ગર તૈયાર કરી લો.

  10. 10

    બર્ગર તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં લઈ ફ્રેન્ચ ફ્રાઈસ અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
પર
Navsari, Gujarat
I |_0\/€ ¢ooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes