મગની છોતરાવાળી દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આ એક એકદમ ઓથેન્ટિક ગુજરાતી વાનગી છે આ વાનગી છોતરા વાળી મગનીદાળ અને ચોખા થી બનતી વાનગી છે. આ એકદમ હેલ્ધી અને ઝડપથી બનતી વાનગી પણ છે. આપણે જયારે બહાર ફરવા ગયા હોયે કે પછી ઘણા દિવસથી બહાર નું જમતા હોયે ત્યારે આપણ ને આવું કઈ સાદું ખાવાનું મન થાય ત્યારે સૌથી પહેલા ખીચડી યાદ આવે. આ વાનગી ને તમે ડાયટ ફૂડમાં પણ સામેલ કરી શકો છો. તો ચાલો બનાવીએ મગની છોતરાવાળી દાળ ની ખીચડી .
#GA4
#week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
5-7 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામચોખા
  2. 125 ગ્રામમગની છોતરાવાળી દાળ
  3. 2-3 નગમરી
  4. 2-3 નગલવીંગ
  5. 2-3 નગતજ
  6. 2 ચમચીલીલા મરચની પેસ્ટ
  7. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 1 ચમચીહળદર
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 2-3 ચમચીતેલ
  11. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં દાળ ચોખા ધોઈને 15 મિનિટ સુધી પલાળી રાખવા.

  2. 2

    ત્યાર બાદ એક કુકરમાં 2-3 ચમચી તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થઈ જય પછી એમાં એક ચમચી રાઈ જીરું અને ચપટી હીંગ નાખવી. ત્યાર બાદ એમાં ઉપર જણાવ્યાં મુજબના મસાલા નાખી 2 મિનિટ સાતળવું ત્યાર બાદ એમાં પલાળેલા દાળ ચોખા અને 2 ગ્લાસ (જરૂર મુજબ) પાણી ઉમેરી મીઠું ઉમેરી 2 મિનિટ ઉકળવા દેવું પછી 3 સીટી વગાડી કુકર ઠડું થાય પછી ગરમ ગરમ ખીચડી ધી અને ગુજરાતી કઢી સાથે સવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર

Similar Recipes