બટેટા પૌવા અને ગ્રીન જ્યુસ (Batata Paua & Green Juice Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

બ્રેક ફાસ્ટ માટે ગ્રીન જ્યુસ ( body detox) અને પૌવા ની રીત તમને જરૂર થી ગમશે.સાથે સલાડ બનાવી લો તો એક સરસ brunch combo પણ થઈ શકે. #GA4 #Week7

બટેટા પૌવા અને ગ્રીન જ્યુસ (Batata Paua & Green Juice Recipe In Gujarati)

બ્રેક ફાસ્ટ માટે ગ્રીન જ્યુસ ( body detox) અને પૌવા ની રીત તમને જરૂર થી ગમશે.સાથે સલાડ બનાવી લો તો એક સરસ brunch combo પણ થઈ શકે. #GA4 #Week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ગ્રીન જ્યુસ માટે
  2. ૧ નંગનાની દૂધી
  3. જુડી પાલક
  4. જુડી નાની કોથમીર
  5. ૧/૨જુડી ફુદીનો
  6. ૧૫ મીઠા લીમડા ના પાન
  7. ૧ ચમચી લીંબુ નો રસ
  8. ૧ ચમચીસિંધાલૂણ
  9. પૌવા
  10. ૧ નંગમોટું બટેટા સમારેલા બારીક
  11. ૨ નંગલીલાં મરચાં
  12. લીમડા ના પાન
  13. ચપટીહિંગ
  14. ૧ ચમચીરાઈ
  15. ૧/૪ ચમચીહળદર
  16. સ્વાદાનુસારમીઠું
  17. વાટકા પૌવા
  18. લીંબુ નો રસ
  19. ૧ ટેબલ સ્પૂનખાંડ
  20. જરૂર મુજબકોથમીર
  21. જરૂર મુજબસેવ, ખારી બુંદી / તીખી બિકાનેરી સેવ
  22. ૩ ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગ્રીન જ્યુસ માટે બધીજ સામગ્રી ધોઈ ને સમારી ને મિકસર મા જ્યૂસ કરી લો

  2. 2

    ગાળી ને સર્વ કરો.

  3. 3

    પૌવા ને બે થી ત્રણ વાર ઘી ને નિતારી લો.

  4. 4

    તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લીંબુ નો રસ, ખાંડ નાખી સરખી રીતે મિક્સ કરી લો. બાજુ પર રાખો.કોથમીર ઉમેરો.

  5. 5

    કડાઈ મા ૩ ટેબલ ચમચી તેલ ગરમ મૂકી તેમાં રાઈ, હિંગ, મરચા, લીમડો નાખી બટેટા મા પીસ વઘારો.

  6. 6

    તેમાં હળદર, મીઠું નહકી ઢાંકી ને ચડવા દો.

  7. 7

    બટેટા બરાબર ચડી જાય એટલે મેરીનેટ કરેલા પૌવા ઉમેરો. સારી રીતે મિક્સ કરો.

  8. 8

    ઉપર સેવ, બુંદી, તીખી સેવ ભભરાવી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.

  9. 9

    ઠંડા ગ્રીન જ્યુસ સાથે પૌવા ની મજા લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

ટિપ્પણીઓ

Similar Recipes