ખજુર કાજુ  રોલ (khajur kaju roll recipe in Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#કુકબુક

Post-1
દિવાળી આવે એટલે જુદી જુદી મીઠાઈઓ બનાવતા હોય છે તો મે ખજુર કાજુ રોલ બનાવ્યા છે તેમાં મે ખાંડ ની બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો તેની રેસીપી સેર કરુ છુ

ખજુર કાજુ  રોલ (khajur kaju roll recipe in Gujarati)

#કુકબુક

Post-1
દિવાળી આવે એટલે જુદી જુદી મીઠાઈઓ બનાવતા હોય છે તો મે ખજુર કાજુ રોલ બનાવ્યા છે તેમાં મે ખાંડ ની બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો તેની રેસીપી સેર કરુ છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦. મીનીટ
૫-૬ વ્યક્તિ માટે
  1. ૩ કપપોચો ખજુર
  2. ૧/૨ કપકાજુ નો પાઉડર
  3. ૨ ચમચીમધ
  4. ૧/૩ કપટોપરા નુ ઝીણુ છીણ ખજુર માં નાખવા માટે
  5. ૩ ચમચીટોપરા નુ ઝીણુ છીણ
  6. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦. મીનીટ
  1. 1

    ખજુર ના ઠળિયા કાઢી લો ને કાજુ નો પાઉડર તૈયાર કરી લો

  2. 2

    ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા ઘી નાખો તેમાં ખજુર નાખી દો ૫ મીનીટ હલાવતા રહો કે એકરસ થઈ જાય એટલે તેમાં ટોપરા નુ ઝીણુ છીણ ઉમેરો ને બરાબર મિક્સ કરો તેને ગેસ પર થી નીચે ઉતારી લો

  3. 3

    કાજુના પાઉડર માં મઘ ઉમેરી મિક્સ કરી લો રોલ વળે તેવુ રાખવુ ને તેનો લાંબો ગોળ રોલ વાળી લો

  4. 4

    એક પ્લાસ્ટીક પર ઘી લગાવી તેની પર ખજુર નો લચકો રાખો તેના ઉપર બીજુ પ્લાસ્ટિક રાખી તેને વેલણ ની મદદ થી વણી લો ખજુર વાળા રોટલા ની અંદર કાજુ વાળો રોલ રાખી રોલ વાળી લો

  5. 5

    તે રોલ ને ટોપરા ના છીણ ફેરવી લો કે પછી ૫ મીનીટ ફ્રીજ મા રાખી તેને બહાર કાઢી છરી ની મદદ થી કટ કરી લો આ રીતે જુદા જુદાં શેઈપ માં બનાવી લો તૈૈયાર છે ખજુર કાજુ રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર

Similar Recipes