પાલક પનીર સેન્ડવિચ(Palak paneer Sandwich Recipe in Gujarati)

Archana99 Punjani
Archana99 Punjani @cook_25957495

પાલક પનીર સેન્ડવિચ એક fusion (મિશ્રણ ) રેસીપી મે બનાવી છે. ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં ખાવા ની મજા આવે છે. #NSD#સેન્ડવિચ ચેલેન્જ#પાલક પનીર સેન્ડવિચ

પાલક પનીર સેન્ડવિચ(Palak paneer Sandwich Recipe in Gujarati)

પાલક પનીર સેન્ડવિચ એક fusion (મિશ્રણ ) રેસીપી મે બનાવી છે. ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં ખાવા ની મજા આવે છે. #NSD#સેન્ડવિચ ચેલેન્જ#પાલક પનીર સેન્ડવિચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10થી15 મિનિટ
2વ્યક્તિ માટે
  1. 1 નાની વાડકીજીણી સમારેલી પાલક
  2. 30-40 ગ્રામપનીર
  3. લસણ અને લીલા મરચા ની પેસ્ટ
  4. 1 ચમચીતેલ
  5. 1/2 ચમચીરાઈ
  6. 2 ચમચીજેટલું છીણેલું ચીઝ
  7. 1 ચમચીચાટ મસાલો
  8. તીખાશ માટે મરી પાઉડર
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. 4 નંગસેન્ડવિચ white બ્રેડ
  11. બટર
  12. 2 ચમચીગ્રીન સેન્ડવિચ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

10થી15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ નાખો. રાઈ તતડી જાય એટલે તેમાં લીલા મરચા અને લસણ ની પેસ્ટ સાંતળો. ત્યારબાદ તેમાં જીણી સમારેલી પાલક સાંતળો જેથી કરી ને પાલક નો કાચો ટેસ્ટ ના રહે.

  2. 2

    ત્યારબાદ તેમાં ચાટ મસાલો ઉમેરો અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરો.બરાબર મિક્સ કરો. ગેસ બંદ કરી દો.

  3. 3

    ત્યારબાદ તેમાં પનીર ઉમેરો અને બરાબર મિક્સ કરો તીખાશ જોઈતી હોઈ ત્તો થોડો મરી પાઉડર ઉમેરો અને બધું મિક્સ કરો.છીણેલું ચીઝ થોડું મિક્સ કરો.

  4. 4

    હવે એક બ્રેડ ની slice લઇ તેના પર પેલા બટર લગાઓ ત્યારબાદ તેના પર સેન્ડવિચ ની ગ્રીન ચટણી લગાઓ. હવે તેના પર પાલક પનીર નું મિશ્રણ ને ફેલાવો. થોડું છીણેલું ચીઝ નાખો.

  5. 5

    હવે એક બીજી બ્રેડ લઇ ને તેના પર ચટણી બટર લગાવી મુકો. ટોસ્ટર કે પછી તવા પર બટર મુકી ને સેન્ડવિચ ને શેકી લો.

  6. 6

    હવે એક પ્લેટ માં લઇ તેને વચ્ચે થી કટ કરો અને ઉપર થી ચીઝ થી ગાર્નિશ કરો અને ગરમા ગરમ પીરસો.

  7. 7

    નોંધ :-સંપૂર્ણ પૌષ્ટિક આહાર છે. સેન્ડવિચ ચા કે કોફી અથવા જૂયસ સાથે સર્વ કરાય છે. મે અહીં kiwi ફ્રેશ જૂયસ સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana99 Punjani
Archana99 Punjani @cook_25957495
પર

ટિપ્પણીઓ

Similar Recipes