બેક્ડ પાલક પનીર કેસરોલ  )Baked Palak Paneer Caserol Recepie in Gujarati)

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#મોમ #સમર "Palak paneer Caserol " પાલક પનીર કેસરોલ " એકની એક રીતે પાલકપનીર ખાવા સાથે નવી બેક્ડ કરી, નવી બનાવટ થી નવુ ખાવા માટે આ પાલક પનીર કેસરોલ ટ્રાઇ કરી શકાય ,,મસ્ત ડીસ બની, ચીઝ, બ્રેડ ના શોખીન આ ડીસ ખાય શકે.

બેક્ડ પાલક પનીર કેસરોલ  )Baked Palak Paneer Caserol Recepie in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મોમ #સમર "Palak paneer Caserol " પાલક પનીર કેસરોલ " એકની એક રીતે પાલકપનીર ખાવા સાથે નવી બેક્ડ કરી, નવી બનાવટ થી નવુ ખાવા માટે આ પાલક પનીર કેસરોલ ટ્રાઇ કરી શકાય ,,મસ્ત ડીસ બની, ચીઝ, બ્રેડ ના શોખીન આ ડીસ ખાય શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ બનાવવા 1 કલાક તૈયારી
2-3  વ્યક્તિ માટે
  1. 250 ગ્રામપાલક
  2. 100 ગ્રામપનીર
  3. 200 ગ્રામમોઝરૈલા ચીઝ
  4. 10 નંગબ્રેડ
  5. 3 ચમચીતેલ
  6. 2 ચમચીમિક્સ હબ્સ
  7. 2 ચમચીધાણાજીરું
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 4 ચમચીમેંદો
  11. 1 ગ્લાસદૂધ
  12. 150 ગ્રામકોથમીર
  13. 1લીલુ મરચું
  14. 9-10કડી લસણ
  15. 1 ટુકડોઆદું
  16. 100 ગ્રામબટર
  17. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ બનાવવા 1 કલાક તૈયારી
  1. 1

    એક બાઉલમાં પાણી ગરમ કરો, એમાં પાલક બોળો, 5 મિનિટ પછી તરત કાઢીને ઠંડા પાણીમાં બોળી લો, પછી પાલક, 3 ચમચી કોથમીર, લીલું મરચું ને મિક્સરમાં ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો

  2. 2

    પનીર ઘરે બનાવ્યુ છે, તૈયાર ક્યૂબ પણ ચાલે,

  3. 3

    એક પેનમાં 3 ચમચી તેલ લેવ, 5 કડી લસણને ઝીણું કાપીને ઉમેરો, આદું લાંબુ કાપીને ઉમેરો અને સાતળો,પછી મેંદો ઉમેરી બરાબર મિક્સ કરીને સાતળો, પછી દૂધ ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો, ઘટ્ટ થશે એ રીતે

  4. 4

    પાલક પેસ્ટ ઉમેરો, બરાબર મિક્સ કરો, પનીર મિક્સ કરો

  5. 5

    ત્યારબાદ ધાણાજીરું, લાલ મરચું પાઉડર, મિકસ હબ્સ, ચાટ મસાલો ઉમેરો,લીંબુ નીચોવી લો, મીઠું ઉમેરો, તૈયાર પાલક પનીર ગ્રેવી,
    એક બાઉલમાં બટર લો, એમાં લસણની 5 કડી ઝીણું સમારી ને ઉમેરો,કોથમીર ઝીણી સમારી ને ઉમેરો,બટર પીગળેલુ હોવું જોઇએ,(માઈક્રોવેવ મા 30 સેકન્ડ મૂકી શકો)

  6. 6

    ચીઝ ક્રશ હોવુ જોઈએ, એક માઈક્રોવેવ બાઉલમાં પાલક પનીર પાઠરો, બ્રેડ ના ચાર ટુકડા કરીને કિનારી પર મૂકો, ચીઝ ઉપર ભભરાવવુ,

  7. 7

    બ્રેડ ઉપર બટર લગાવો બરાબર લગાવવુ, માઈક્રોવેવ + કન્વેન્શન 220c 3 મિનિટ બેક થવા દો,

  8. 8

    તૈયાર વચ્ચેની પાલક પનીર ગ્રેવી ને હલાવીને ચીઝ પણ મિકસ કરી ને બ્રેડ સાથે ખાવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes