શેર કરો

ઘટકો

  1. 1 વાટકો મેંદાનો લોટ
  2. 1 વાટકીરવો
  3. 1 વાટકીદળેલી ખાંડ
  4. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  5. જરૂર મુજબડ્રાયફ્રુટ
  6. 4 ચમચીમોણ માટે તેલ
  7. જરૂર મુજબતળવા માટે તેલ
  8. 1 વાટકીટોપરાનું ખમણ
  9. 4 ચમચીઘી
  10. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ચાર ચમચી ઘી ગરમ કરો પછી તેમાં રવો આછા ગુલાબી કલરનો શેકી લો તેમાં ટોપરાનું ખમણ નાખીને બે મિનીટ ધીમા તાપે શેકી લો

  2. 2

    હવે ગેસ પરથી નીચે ઉતારીને દળેલી ખાંડ ઇલાયચી પાઉડર તેમજ ડ્રાયફ્રુટ ઉમેરીને મિક્સ કરી લો અને સ્ટફિંગ ને ઠંડુ થવા દો

  3. 3

    ત્યારબાદ એક કથરોટમાં મેંદાનો લોટ લો તેમાં તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી નાખીને રોટલી જેવો લોટ બાંધી દસ મિનિટ માટે ઢાંકીને રાખી દો

  4. 4

    હવે તેમાંથી નાના લુઆ કરી પૂરી વણી તેમાં એક ચમચી સ્ટફિંગ મૂકી કિનારે પાણી લગાવી બંધ કરી દઉં અને ઘૂઘરાની કાંગરી પાડો

  5. 5

    આ રીતે તૈયાર થયેલા ઘૂઘરાને તેલમાં મીડીયમ તાપે બદામી કલર ના તળી લો પછી તેને એક ડીશમાં લઈ સર્વ કરો તો તૈયાર છે દિવાળી સ્પેશિયલ ઘૂઘરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

Similar Recipes