સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#CookpadTurns4
Fruit special
હાલ સીતાફળની સીઝન ચાલી રહી છે, એટલે બજારમાં તમને ઠેર ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે, સ્વાદમાં મીઠા સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. સીતાફળની સિઝનમાં લગભગ બધા ઘરે સીતાફળ જોવા મળે જ છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યકિત
  1. 4 નંગસીતાફળ નો પલ્પ
  2. 1 લીટર દૂધ(ફૂલફેટ)
  3. 2 ટે સ્પૂનખાંડ (સ્વાદ મુજબ)
  4. 1/4 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. 1 ટે સ્પૂનકાજુ,બદામ,પિસ્તા નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ નાંખી મિક્સ કરી જ્યાં સુધી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમે તાપે ઉકળવા મૂકો. હવે બધાં સીતાફળને છાલ માથી કાઢી ચારણી મા નાખી હલાવતા રહો જેથી બી અને સીતાફળનો પલ્પ છૂટા પડી જાય.સીતાફળના પલ્પ ને 1 કલાક ફ્રીઝમાં ઠંડુ થવા મૂકો.

  2. 2

    હવે દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામ પિસ્તા નો ભૂકો નાખી દૂધ ને ઠંડુ પડવા દેવું.હવે ઠંડા કરેલા સીતાફળના પલ્પ ને બાસુંદી માં નાખી 1/2 કલાક ફ્રીઝ માં ઠંડી થવા દેવી. હવે તૈયાર છે ઠંડી ઠંડી સીતાફળ બાસુંદી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes