સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)

Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer

#RC2
સીતાફળ ની બાસુંદી ઘરે બનાવેલી હોવાથી શુદ્ધ, કોઈ પણ એસેન્સ કે અખાદ્ય પદાર્થ વગર ની બહુ જ સ્વાદિષ્ટ બજાર જેવી જ બને છે. મલાઈ નો ઉપયોગ એને જલ્દી થી ઘટ્ટ અને દાણાદાર બનાવે છે. ખાંડ પણ આપણે વધઘટ કરી શકતા હોવાથી દરેક એને ઉપયોગ મા લઈ શકે છે.

સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC2
સીતાફળ ની બાસુંદી ઘરે બનાવેલી હોવાથી શુદ્ધ, કોઈ પણ એસેન્સ કે અખાદ્ય પદાર્થ વગર ની બહુ જ સ્વાદિષ્ટ બજાર જેવી જ બને છે. મલાઈ નો ઉપયોગ એને જલ્દી થી ઘટ્ટ અને દાણાદાર બનાવે છે. ખાંડ પણ આપણે વધઘટ કરી શકતા હોવાથી દરેક એને ઉપયોગ મા લઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

આશરે ૧ કલાક
2 સર્વિંગ્સ
  1. ૧ લિ.દૂધ
  2. ૧ કપસીતાફળ નો પલ્પ
  3. વાટકીખાંડ ગળપણ ગમે તેમ અથવા પોણી
  4. ૨-૩ ચમચી મલાઈ
  5. ચપટીઈલાયચી પાઉડર
  6. ૫-૬ કેસર ના તાંતણા
  7. પિસ્તા કે અન્ય ગમતો સૂકો મેવો સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

આશરે ૧ કલાક
  1. 1

    સૌથી પહેલાં એક્દમ ગર વાળા પાકા સીતાફળ ના બે ભાગ કરી બધો ગર એક ચાળણી મા લઈ ચમચા કે હાથ ના મદદ થી બી જુદા કરી લેવા.
    હવે એક જાડાં તળિયા વાળી કઢાઈ કે તપેલી માં તળિયે સહેજ ઘી લગાવી ને દૂધ ઉમેરો. (ઘી થી તળિયે દૂધ બળવાનો ભય નથી રહેતો અને બળેલાં દૂધ જેવી વાસ પણ નઈ આવે.) દૂધ ને ધીમા તાપે ઉકાળી 1/2 રહે ત્યારે ખાંડ અને મલાઈ ઉમેરી ને વધુ ઘટટ થવા દો. હવે તેમાં સુકો મેવો, ઈલાયચી પાઉડર અને દૂધ માં ઘોળેલું કેસર ઉમેરી ને ઠંડુ પાડવા દો. ઠંડુ થતાં થોડું વધુ ઘટટ થશે.

  2. 2

    હવે બાસુન્દી ઠંડી થઈ જાય એટલે એમાં સીતાફળ નો ગર ઉમેરીને ફ્રીઝ માં ઠંડુ થવા મૂકો. ફ્રીઝ માં 3-4 કલાક બરાબર ઠંડુ કરીને ઉપર પિસ્તા કે મન ગમતા સૂકા મેવા કે કેસર થી સજાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer
પર

ટિપ્પણીઓ

Similar Recipes