પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#MW2
#post1
#paneer

પનીર એ આપણા સૌના જીવન નો અભિન્ન અંગ બની ગયું છે. પનીર ની સબ્જી પંજાબ પછી ક્યાંય સૌથી વધુ ખવાતુ હોય તો તે ગુજરાત છે. પનીર લબાબદાર રેડ મખમલી ગ્રેવી માં બનાવવા મા આવે છે. અને ખૂબજ ટેસ્ટી બને છે.

પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#MW2
#post1
#paneer

પનીર એ આપણા સૌના જીવન નો અભિન્ન અંગ બની ગયું છે. પનીર ની સબ્જી પંજાબ પછી ક્યાંય સૌથી વધુ ખવાતુ હોય તો તે ગુજરાત છે. પનીર લબાબદાર રેડ મખમલી ગ્રેવી માં બનાવવા મા આવે છે. અને ખૂબજ ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪વ્યક્તિ
  1. ૨ ટેબલ સ્પૂનતેલ
  2. ૨ ટેબલ સ્પૂનબટર
  3. ૧ ટીસ્પૂનજીરુ
  4. ૨ નંગતમાલપત્ર
  5. ૨ ટુકડાતજ
  6. ૧ ટુકડોઆદુ
  7. ૪-૫ કળી લસણ
  8. ૧ નંગમરચું
  9. ૧ ટેબલ સ્પૂનકાજુ
  10. ૩ નંગડુંગળી
  11. ૨નંગ ટામેટા
  12. ૨ નંગકાશ્મીરી મરચાં
  13. ૨૦૦ગ્રામ પનીર
  14. ઝીણી સમારેલી કોથમીર
  15. ૧ ટીસ્પૂનમરચું
  16. ૧ ટીસ્પૂનહળદર
  17. ૧ ટીસ્પૂનધાણાજીરું
  18. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  19. મીઠું સ્વાદાનુસાર
  20. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું, હીંગ, તજ, તમાલપત્ર, આદુ મરચાં અને લસણ ઉમેરો.

  2. 2

    હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટા, કાજુ અને પલાળેલા કાશ્મીરી મરચાં ઉમેરો.

  3. 3

    હવે તેમાં ૧કપ જેટલુ પાણી ઉમેરી ને બરાબર સાંતળો. પેન ને ઢાંકી ને ૧૦ મીનીટ સુધી કૂક થવા દો.

  4. 4

    હવે ગેસ બંધ કરી દો અને આ મિશ્રણને બરાબર ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તેને મિક્સર જાર માં લઇ ને તેની પ્યુરી બનાવી લો.

  5. 5

    હવે એક પેનમાં તેલ અને બટર લો. ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો અને તેમા મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો અને મીઠું નાખી ને બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી ને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દો.તેલ છૂટું પડે એટલે તેમાં અડધુ પનીર છીણીને અને અડધુ ટુકડા કરી ને ઉમેરો. બરાબર મિક્સ કરી ને કૂક થવા દો.

  7. 7

    હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ૨ મીનીટ પછી ગેસ બંધ કરી દો.સબ્જી ને ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરો.

  8. 8

    તો તૈયાર છે પનીર લબાબદાર. આને ગરમા ગરમ નાન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

Similar Recipes