લેમનગ્રાસ ટી (Lemongrass Tea Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

હબ્સૅ આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે ઉપરાંત માં ડિટોક્સ પણ કરે છે. અહીં મેં લેમનગ્રાસ, મધ, ફુદીના ના પાન અને લીંબુનો ઉપયોગ કરી ને હર્બલ ટી બનાવી છે. નેચરલ સ્વાદ અને સોડમ ની વાત જ નિરાલી છે. આ હર્બલ ટી ઉકળતી હોય એટલે રસોડું તેની સોડમ થી મઘમઘી ઉઠે છે.
#GA4
#Week15
#Herbal
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ કપ
  1. ૫ કપપાણી
  2. ૫૦ ગ્રામ લેમનગ્રાસ
  3. ૧ ચમચીફુદીનાના પાન
  4. મધ સ્વાદાઅનુસાર
  5. ૧/૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લેમનગ્રાસ ને બરાબર ધોઈ ને સાફ કરી લો. તેની ઝુડી વાળી લો.

  2. 2

    હવે એક શોશપેન માં પાણી ઉકળવા મુકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં લેમનગ્રાસ ઉમેરી ધીમા તાપે ૫ મિનિટ ઉકળવા દો. ત્યારબાદ તેમાં ફુદીનાના પાન ઉમેરો પસંદ હોય તો આદુ પણ ઉમેરી શકાય છે. ઉકળીને ૩ કપ પાણી થઇ જાય (પાણી નો રંગ બદલાય જશે) એટલે ગેસ બંધ કરી લો.

  3. 3

    હવે તેને ઢાંકીને ૨-૩ મિનિટ રહેવા દો. ત્યારબાદ ગાળીને ગ્લાસ માં લઇ લો.

  4. 4

    ત્યારબાદ તેમાં મધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે લીંબુનો રસ ઉમેરી ગરમ ગરમ હર્બલ ટી નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

Similar Recipes