શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૫ કપમેંદા
  2. ૧ કપદળેલી ખાંડ
  3. ૧/૨ ચમચીબેકીંગ પાઉડર
  4. ૧/૨ ચમચીસાજીના ફૂલ
  5. ૧/૪ ચમચીમીઠું
  6. ૧ ચમચીલીંબુનો રસ
  7. ૨ કપદૂધ
  8. ૧ ચમચીબટર
  9. તળવા માટે તેલ
  10. ૧/૨બાઉલ વ્હાઇટ ચોકૉલેટ સ્લૅબ
  11. ૧/૨બાઉલ બ્રાઉન ચોકૉલેટ / ચોકૉલેટ સૉસ / નટે્લા સ્પ્રેડ
  12. લીલો અને ગુલાબી ફુડ કલર (ઓપ્સનલ)
  13. ડેકોરેશન માટે મનપસંદ સ્પ્રિંકલ, ચોકૉલેટ ચીપ્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્ષીંગ બાઉલમાં મેંદો, ખાંડ, બેકીંગ પાઉડર, સાજીના ફૂલ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી, દૂધથી નરમ લોટ બાંધી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં માખણ નાંખી, ૫ થી ૭ મિનિટ સુધી મસળો. સ્મૂધ થાય પછી તેલ લગાવી દો. જેથી લોટ ડ્રાય ના થાય.

  3. 3

    પછી તેને ઢાંકીને ૨ કલાક ગરમ જગ્યા એ રહેવા દો. ત્યારબાદ સારી રીતે મસળીને લુઆ બનાવી લો.

  4. 4

    પછી એક લૂઓ લઇ, ગોળ વણી લો. ૧/૨ ઇંચ જાડું રાખો. પછી તેને એક વાટકાથી કાપી લો.

  5. 5

    વચ્ચેથી નાના ઢાંકણ વડે કાપી લો. એ રીતે બધા ડોનટ્સ તૈયાર કરી લો.

  6. 6

    ત્યારબાદ તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લો.

  7. 7

    બધા ડોનટ્સ તળીને કીચન પેપર પર કાઢી લો. પછી એક પેનમાં પાણી નાંખી, સ્ટેન્ડ મૂકી તેના પર એક બાઉલમાં વ્હાઇટ ચોકૉલેટ ઓગાળી લો. એ રીતે બ્રાઉન ચોકૉલેટ પણ ઓગાળી શકાય.

  8. 8

    ડોનટ્સને પીગળેલી ચોકૉલેટમાં ડીપ કરી લો અથવા તો બટર નાઇફથી ચોકૉલેટ લગાવી દો. વ્હાઇટ ચોકૉલેટમાં લીલો અને ગુલાબી ફુડ કલર મિક્ષ કરીને પણ સ્પ્રેડ કરી શકાય. તેના પર અલગ-અલગ જાતના સ્પ્રિંકલ અને ચોકૉલેટ ચીપ્સ લગાવી લો. ડોનટ્સ સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

Similar Recipes