ડોનટ્સ(Donuts recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૯ નંગ
  1. ૨ (૧/૨ કપ)ઘઉંનો લોટ
  2. ૧/૨ કપદળેલી ખાંડ
  3. ૧/૨ કપદુધ
  4. ૧/૪ ટી સ્પૂનબેંકીંગ સોડા
  5. ૧/૨ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  6. ૨ ટે સ્પૂનવિનેગર અથવા લીંબુ નો રસ
  7. ૨ ટે સ્પૂનપાણી જરૂર હોય તો
  8. ૨ ટે સ્પૂનબટર અથવા ઘી
  9. ૧૦૦ ગ્રામ વ્હાઇટ ચોકલેટ
  10. ૧૦૦ ગ્રામ મિલ્ક ચોકલેટ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધવા માટે એક બાઉલમાં લોટ, ખાંડ, સોડા, બેકિંગ પાઉડર, નાખી મિકસ કરી દુધ અને વિનેગર નાખી મિકસ કરી જો જરૂર હોય તો ૨ ટે ચમચી પાણી નાખી લોટ બાંધી તેના પર બટર અથવા ઘી થી મસળી ૧ કલાક સુધી રહેવા દો. અને કપડા થી ઢાંકી દો જેથી લોટ ડ્રાય ન થાય.

  2. 2

    હવે ૧ કલાક પછી લોટ ને ૨ મિનિટ મસળી વળી લો. પાટલા પર લોટ ભભરાવી વળી ડોનટ શેઈપ આપવા માટે વાટકા નો ઉપયોગ કરવો.

  3. 3

    હવે તેલ ગરમ થવા ગેસ પર મુકો. બધા ડોનટ ને વારાફરતી ધીમે તાપે તળી લો.

  4. 4

    હવે બંને ચોકલેટ ને મેલ્ટ કરો. ઓવન મા અથવા ડબલ બોઈલર ની રીતે.

  5. 5

    ડોનટ ઠંડા પડે પછી મેલ્ટેડ ચોકલેટ મા એક બાજુ ડીપ કરો. ઉપર ચોકલેટ ચમચી થી ગાર્નિશ કરો. રેડી છે ડોનટ જે મારા કીડ્સ ની ફેવરિટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes