જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

જુવાર- બાજરાનો રોટલો (Jowar Bajro Rotlo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1-1.5 કપપાણી
  2. 1 કપજુવારનો લોટ
  3. 1 કપબાજરાનો લોટ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1 ચમચીચોખ્ખું ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કાથરોટ લો. તેમાં મીઠું ઉમેરો. તેની ઉપર પાણી ઉમેરો.મીઠા ને ઓગાળી લો.મીઠું ઓગળી જાય પછી તેમાં જુવાર અને બાજરાનો લોટ મિક્સ કરીને ઉમેરો.

  2. 2

    હવે લોટને મિક્સ કરી લો. લોટ ને બાંધી લો. લોટ તમને જેવો ફાવે તેવો બાંધી ને મસળી લો. લોટ મસળી લીધા પછી તેને ઘડવાનું શરૂ કરો.

  3. 3

    જ્યારે આપણે રોટલો ઘડવાનું શરૂ કરીએ ત્યારે જ તાવડી તપાવવા માટે મૂકી દો. તાવડી તપી જાય એટલે રોટલા ને તેમાં નાખી દો.

  4. 4

    1 મિનિટ પછી રોટલાને ચડવા દો પછી ફેરવી નાખો.બીજી બાજુ રોટલા અને 2 થી 3 મિનિટ સુધી ચઢવા દો પછી ફેરવો.

  5. 5

    પછી પાછો રોટલા ને ત્રીજી વાર ફેરવી નાખો એટલે રોટલો ફૂલી જશે.પછી તેમાં ઘી લગાડી દો.તૈયાર છે આપણો જુવાર બાજરા નો રોટલો. તેને લીલી ચટણી અથવા તો લાલ ચટણી સાથે ખાઈ શકાય છે.તે ખૂબ જ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર

Similar Recipes