દાલમખની(Dal Makhani Recipe in Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ કપકાળી દાળ
  2. મુથી રાજમાં
  3. ૧ ટી સ્પૂનમીઠું
  4. ૨ ટેબલ સ્પૂનઘી
  5. સમારેલી ડુંગળી
  6. ૨ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  7. ૩-૪ ટામેટાં ક્રસ કરેલા
  8. લીલા મરચાં (1/2ચમચી)
  9. ધાણા થોડા સ્વાદ માટે
  10. ૨ ટી સ્પૂનધાણજીરુ પાઉડર
  11. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  12. માખણ વધારે પ્રમાણ (૪-૫ ચમચી)
  13. ૧/૨ ટી સ્પૂનલાલ મરચુ
  14. ૨-૩ ટેબલ ચમચી ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કાળી દાળ, રાજમાં ને પાણી મા નાખી મીઠું નાખી કુકર મા ચડવા મૂકવું. ૧ સિટી પછી ગેસ ધીમો કરી ૨-૩ સિટી વગાડવી.

  2. 2

    દાળ નો તડકો કરવા ૨ ટેબલ ચમચી ઘી મા સમારેલી ડુંગળી સાંળવી તેમાં તેમાં આદું લસણ ની પેસ્ટ નાખી તેને સરખી મિક્ષ કરવું. અને તને ટામેટાં ની ક્રશ કરેલી પેસ્ટ નાખવી, તેમાં લીલા મરચાં 1/2ચમચી નાખી સરખું મિક્ષ કરવું. તેમાં ધાણા સ્વાદ માટે નાખવાં.

  3. 3

    દાળ બફાય એટલે તેને બનાવેલ તડકા માં નાંખી સરસ હલાવી દેવું. થોડું પાણી નાખી ધીમા ગેસ પર ચડવા દો.

  4. 4

    દાળ માં ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો નાખી હલાવી દેવું.

  5. 5

    માખણ ૧ નાના વઘારીયા માં લેવું માખણ નું પ્રમાણ વધુ હોય છે કારણ કે આ દાળમાખની છે. માખણ ઓગળવું. તેમાં લાલ મરચુ નાખી તે માખણ નાં વઘાર ને દાલ માં નાખવું.

  6. 6

    છેલ્લે દાળ માં ધાણા અને ૨-૩ ટેબલ ચમચી ક્રીમ નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes