ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
3 થી ૪
  1. ૧ વાટકીમોરયો
  2. ૧-૨ નંગ બટાકા
  3. ૧ નંગગાજર
  4. ૧-૨ નંગ ટામેટાં
  5. ૪-૫ નંગ લીલા મરચાં
  6. ૧ ટુકડોઆદું
  7. ૩-૪ નંગકાજુ
  8. 1/2વાટકી સીંગદાણા
  9. ૪-૫ લીમડાના પાન
  10. 1/2ચમચી જીરૂ
  11. ૨-૩ ચમચી તેલ
  12. જરૂર મુજબ પાણી
  13. સ્વાદ અનુસારમીઠું
  14. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા, ગાજર, ટામેટા, મરચાં બધું સમારી લેવા આદું ની પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    હવે કુકરમાં તેલ નાખી ને તેલ થાય એટલે તેમાં જીરૂં નાખો.

  3. 3

    જીરૂં થઈ જાય પછી તેમાં સમારેલા મરચાં અને લીમડો અને કાજુ ના ટુકડા નાખી ને સાંતળી લો, પછી તેમાં આદું ની પેસ્ટ ઉમેરવી તેમાં સીંગદાણા નાખીને હલાવો.

  4. 4

    હવે તેમાં સમારેલા ટામેટા નાખી ને હલાવવા

  5. 5

    પછી તેમાં સમારેલા ગાજર અને બટાકા નાખવા.બધું જ બરાબર મિક્સ થઈ જાય અને સંતળાઈ જાય પછી તેમાં મોરયો ધોઈ ને નાખી ને બરાબર મિક્સ કરો અને સ્વાદ મુજબ મીઠું નાખીને તેલ છુટું પડે પછી તેમાં ૨ ગ્લાસ જેટલું પાણી નાખી ૩ થી ૪ વ્હિસલ વગાડી લો

  6. 6

    હવે ઉપર થી સમારેલી કોથમીર નાખી ને સર્વ કરો તો તૈયાર છે ફરાળી ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
પર
Umergam
I love to making different types recipe
વધુ વાંચો

Similar Recipes