જીંજર કેન્ડી (Ginger Candy Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

#GA4
#Week18
#Candy
શિયાળાની સિઝનમાં જ્યારે શરદી ખાંસી થાય છે ત્યારે આ કેન્ડી ખૂબ જ ફાયદાકારક છે

જીંજર કેન્ડી (Ginger Candy Recipe In Gujarati)

#GA4
#Week18
#Candy
શિયાળાની સિઝનમાં જ્યારે શરદી ખાંસી થાય છે ત્યારે આ કેન્ડી ખૂબ જ ફાયદાકારક છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીખાંડ/ગોળ
  2. 1/2વાડકી પાણી
  3. ૧૦૦ ગ્રામ આદુ
  4. ૫૦ ગ્રામ ફુદીનો
  5. ૫૦ ગ્રામ તુલસીના પાન
  6. ૧ tspહળદર
  7. ૧/૨ tspમીઠું
  8. ૧/૨ tspમરી પાઉડર
  9. ૧/૨ tspઈલાયચી પાઉડર
  10. ૧ નંગલીંબુ
  11. થોડી દળેલી ખાંડ અથવા આઈસીંગ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા આદુને છોલી એના રાઉન્ડ શેપમાં કટકા કરવા, પછી એક તપેલીમાં આદુ, તુલસીના પાન, ફુદીનાના પાન, હળદર, મીઠું અને એમાં એક ગ્લાસ પાણી ઉમેરી ઉકળવા મૂકવું,

  2. 2

    આદુ નરમ પડે અને બરાબર ચડી જાય ત્યાં સુધી પાણી ઉકળવા દો.

  3. 3

    પછી પાણીને ગાડી લઈ આદુના કટકાને જુદા પાડવા, પછી એક પેનમાં ખાંડ, (ગાડીયા પછી નીકળેલું પાણી) અને બીજું જોઈતું પાણી ઉમેરી ચાસણી બનાવવા મૂકો.

  4. 4

    એક તારની ચાસણી થવા આવે ત્યારે એમાં આદુના ટુકડા ઉમેરી ૨ તાર થી સેજ વધારે ચાસણી કરવી પછી ગેસ બંધ કરી એમાં લીંબુ નો રસ, મરી પાઉડર અને ઈલાયચીનો ભૂકો ઉમેરી બરાબર હલાવી મિશ્રણને થોડીવાર માટે ઠંડું પડવા દેવું.

  5. 5

    પછી એક બટર પેપર પર આદુના ટુકડા છુટા પાડી શુકવા મુકવા બરાબર ઠરી જાય પછી એમાં થોડી આઈસીંગ ખાંડ થી કોટિંગ કરી દેવું જેથી એકબીજા જોડે ચોટીલા જાય પછી એને શરદી ખાંસીમાં એક કેન્ડી નો ટુકડો મોઢામાં મમરા માંથી ખૂબ જ ફાયદો થાય છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes