મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1બાઉલ હાંડવા નો લોટ
  2. 250 ગ્રામમેથીની ભાજી
  3. 1આદુ નો ટૂકડો
  4. 6-7લીલા મરચાં
  5. 10-12કળી લસણ
  6. ચમચીલીલું લસણ
  7. 1/2ચમચી હળદર
  8. 1/2ચમચી અજમો
  9. 2ચમચા તેલ મોણ માટે
  10. 1 ચમચીખાટું દહીં
  11. ચમચીમોરસ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 3ચમચા વઘાર માટે તેલ
  14. 2 ચમચીતલ
  15. 1 ચમચીજીરૂ
  16. 1 ચમચીરાઈ
  17. 2સૂકા લાલ મરચા
  18. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    હાંડવા નાં લોટ માં દહીં નાખો અને પાણી ઉમેરી જાડું ખીરું બનાવવું

  2. 2

    તે મિશ્રણ માં આદુ મરચાં અને લસણ ને ક્રશ કરી ઉમેરોતેમાં હળદર, અજમો, મીઠું, મોરસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તેમાં સમારી ને ધોયેલી મેથી ની ભાજી ઉમેરો અને લીલું લસણ નાખી હલાવી લો.

  4. 4

    બરાબર મિક્સ કરી ને 15 મિનીટ સુધી રાખી મૂકો.

  5. 5

    એક પેન માં વગાર માટે તેલ મૂકી તેમાં ગરમ થાય એટલે સૂકા લાલ મરચા નાખો અને રાઈ, જીરું અને તલ નાંખો

  6. 6

    મિશ્રણ ને બરાબર હલાવી ને પેન માં રેડી દો. અને ધીમાં તાપે 10 થી 15 મિનીટ ચઢવા દો. અને ફેરવી લો

  7. 7

    બંને બાજુ ચડી જાય એટલે ઉતારી લો,ગરમ ગરમ હાંડવો તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes