વોલનટ શીરપીરા (Walnut Sheerpira Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

વોલનટ શીરપીરા (Walnut Sheerpira Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ થી ૫ લોકો
  1. ૧ કપખાંડ
  2. ૧ કપપાણી
  3. ૧૧/૨ કપ મિલ્ક પાઉડર
  4. ૧/૪ કપઅખરોટ
  5. થોડાડા્ઈડ ફુ્ટસ જેવાકે ડા્ઈ મેંગો, ડા્ઈ ઓરેન્જ, ડા્ઈ કીવી
  6. ૨ નંગઇલાયચી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ લો તેમા ઘી લગાવી ગી્સ કરી લો અને તેમા બટરપેપર લગાવી એકબાજુ મુકી દો

  2. 2

    હવે ડા્ઈફુ્ટ ના નાના કટકા કરી લો અને એલચીનો પાઉડર તૈયાર કરી એકબાજુ પર મુકી દો

  3. 3

    હવે એક પેન લો અને ગેસ પર મુકો તેમા અખરોટ નાખી મિડિયમ ગેસે ચાર થી પાચ મિનિટ ડા્ઈ શેકી લો સુગંધ આવે અટલે ગેસ પરથી ઉતારી એક ડીશમા કાઢી લો

  4. 4

    હવે એજ પેનને ફરી ગેસ પર મુકો તેમા એક કપ પાણી નાખો પછી તેમા એક કપ ખાંડ નાખો હવે મિડિયમ ગેસે તેમા ચમચો હલાવી ચાસણી બનાવો

  5. 5

    ચાસણી એક તારની બને ત્યાં સુધી મિડિયમ ગેસે સતત હલાવતા રહેવુ આજ વખતે ઇલાયચી પાઉડર ઉમેરી દેવો બાર થી પંદર મિનિટ પછી ચમચા વડે એક ડીશ મા ખાંડનુ ટીપુ પાડવુ અને આંગળીની મદદ થી તાર ચેક કરવો.. એક તાર થાય એટલે તરત ગેસ ધીમો કરી નાખવો

  6. 6

    હવે તેમા થોડો થોડો મિલ્ક પાઉડર ઉમેરતા જવુ અને સતત હલાવતા રહેવુ સાથે સાથે તેમા અખરોટ અને ડા્ઈફુ્ટ થોડા નાખવા અને ગેસ બંધ કરી દેવો

  7. 7

    હવે આ મિસરણ ને ગી્સ કરેલા બાઉલમા નાખી દો અને એકસરખુ પાથરી દો તેની ઉપર થોડા અખરોટ અને ડા્ઈફુ્ટસ પાથરી દો હવે આ મિસરણને ચારથી પાચ કલાક બહાર જ ઠંડુ થવા દો

  8. 8

    પાચેક કલાક પછી મિકસર એકદમ જામી જશે પછી એક ચપ્પુ પર ઘી લગાવી મિઠાઈ ની ચારેબાજુની કિનારી પર ફેરવવુ જેથી મિઠાઈ સહેલાઈથી બહાર આવી જશે

  9. 9

    હવે ચોપીંગબોડઁ પર મુકી તેના સાચવીને કટકા કરવા હવે એક ડીશમા આ કટકાને પ્લેટીંગ કરો તેની પર અખરોટ અને ડા્ઈફુ્ટથી ગાનિઁશ કરો તો તૈયાર છે ઓમેગા ૩ થી ભરપુર વોલનટ શીરપીરા અફઘાની મિઠાઈ.. સ્વાદમા ખુબજ સરસ અને કઈક અલગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર

Similar Recipes