અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

અખરોટ ના ભરપૂર ગુણો તો બધા જાણે જ છે. પરંતુ અખરોટ ના ઉપયોગ થી બનતી આ વાનગી તમને ચોક્કસ થી એક શાહી અનુભવ કરાવશે.
તો ચાલો જાણીએ આ ખાસ વાનગી ની રીત...
#walnut
#gonutswithwalnut
#cookpadindia
#cookpad_gu

અખરોટ અદરકી પનીર બાઈટ્સ (Walnut Ginger Paneer bites recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

અખરોટ ના ભરપૂર ગુણો તો બધા જાણે જ છે. પરંતુ અખરોટ ના ઉપયોગ થી બનતી આ વાનગી તમને ચોક્કસ થી એક શાહી અનુભવ કરાવશે.
તો ચાલો જાણીએ આ ખાસ વાનગી ની રીત...
#walnut
#gonutswithwalnut
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૧ કપઅખરોટ (૩૦ મિનિટ પલાળવા)
  2. ૨૦૦ ગ્રામ પનીર
  3. ૧ કપદહીં
  4. ૧/૨ કપતળેલી ડુંગળી
  5. ૧ ચમચીમગજતરીના બી(અખરોટ સાથે પલાળી રાખવા)
  6. ૧ ચમચીકિસમિસ (અખરોટ સાથે પલાળી રાખવા)
  7. ડુંગળી પેસ્ટ બનાવી
  8. ટામેટા પેસ્ટ બનાવી
  9. ૨ ચમચીઘી
  10. ૨ ચમચીતેલ
  11. તજ નો ટુકડો
  12. એલચી
  13. કાળો એલચો
  14. બાદીયું
  15. તમાલપત્ર
  16. સુંકુ લાલ મરચું
  17. ૫-૬ કાળા મરી
  18. ૩-૪ લવીંગ
  19. ૧ ચમચીકિચન કિંગ ગરમ મસાલો
  20. ૧ ચમચીધાણા જીરું
  21. ૧ ચમચીવરીયાળી
  22. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  23. ૩ ચમચીમલાઈ
  24. ૧ ચમચીકસુરી મેથી
  25. ૧ ચમચીખાંડ
  26. ૧ ચમચીધાણા જીરું પાવડર
  27. ૧ ચમચીલસણ મરચા ની પેસ્ટ
  28. ૨ ચમચીઆદુની પેસ્ટ
  29. ૧ ચમચીસુંઠ પાઉડર
  30. ૧/૨ ચમચીજાયફળ પાઉડર
  31. મીઠું સ્વાદ મુજબ
  32. પરાઠા માટે
  33. ૨ કપઘઉંનો લોટ
  34. ૩ ચમચીઘી
  35. ૧ ચમચીજીરું
  36. ૧ ચમચીતલ
  37. ચપટીહિંગ
  38. મીઠું સ્વાદ મુજબ
  39. પાણી જરૂર મુજબ
  40. ઘી/તેલ સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    અખરોટ, કિસમિસ, મગજતરીના બી ને પલાળી રાખવા. મિક્સર જાર માં દહીં, તળેલી ડુંગળી લો.

  2. 2

    તેમા પલાળી રાખેલ અખરોટ ને બધું ઉમેરી મીઠું ઉમેરી પીસી લો. પનીર ના ટુકડા ને આ મિશ્રણથી કોટ કરી ૩૦ મિનિટ મેરીનેટ કરવું.

  3. 3

    કડાઈમાં તેલ અને ઘી ઉમેરી બધા જ ખડા મસાલા ઉમેરી દો. ચપટી હિંગ, જીરું ઉમેરી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી સાંતળો.

  4. 4

    ટામેટા ડુંગળી ની પેસ્ટ ઉમેરી સાંતળો. મીઠું અને ખાંડ ઉમેરી એક દમ સરસ રીતે પકાવી લો.

  5. 5

    તેલ છુંટુ પડતુ જણાય ત્યારબાદ જ પનીર વાળુ મિશ્રણ ઉમેરી બધું જ બરાબર હલાવી લો. ઢાંકી ને ધીમા તાપે ૧૦ મિનિટ થવા દો.

  6. 6

    ત્યારબાદ બાકીના બધા જ મસાલા કરી મલાઈ અને કસુરી મેથી ઉમેરી બધું જ બરાબર હલાવી લો. ધીમા તાપે ૨૦-૨૫ મિનિટ થવા દો. ઉપર થી કોથમીર, છીણેલું આદુ, અખરોટ ભભરાવી સર્વ કરવું.

  7. 7

    પરાઠા માટે ઘઉં ના લોટમાં ઘી, હીંગ, તલ, જીરું, મીઠું ઉમેરી કઠણ લોટ બાંધી નાના પરાઠા બનાવી લો.

  8. 8

    ગરમાગરમ પરાઠા સાથે લાજવાબ અખરોટ અદરકી પનીર ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર

Similar Recipes