ગાજર સરગવા નું સૂપ (Carrot Drumstick Soup Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગ સરગવા ની શીંગ(જાડી વધુ ગર વાળી)
  2. 1 નંગગાજર
  3. 5-6પાન ફૂદીનો
  4. 1 ટુકડોઆદુ
  5. 1 ચમચીઘી
  6. 1/4 ચમચીજીરૂ
  7. 1 ચપટીહિંગ
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. 1/2 ચમચીસિંધવ મીઠું
  10. 1/4 ચમચીસંચળ પાઉડર
  11. 1 ચપટીચાટ મસાલો
  12. 1/2 ચમચીલીંબુ નો રસ (1 ચમચી)
  13. કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સરગવા ની શીંગ ને ધોઈ ને તેના મોટા ટુકડા કરી લેવા ગાજર છોલી ને સમારી લો.શીંગ માં વચ્ચે ઊભા કટ લગાવી લેવા.હવે બન્ને ને 1 કપ પાણી ઉમેરી કુકર માં 2 સિટી વગાડી લેવી.

  2. 2

    હવે કુકર ઠંડુ થાય એટલે શીંગ ને અલગ કાઢી તેમાંથી ચમચી વડે બધો માવો કાઢી લેવો. મોટા બીજ કાઢી નાખવા હોય તો કાઢી શકો.

  3. 3

    હવે બાફેલા ગાજર,સરગવા નો પલ્પ,ફૂદીના ના પાન અને ખમણેલો આદુ બધું મિક્સર માં ગ્રાઈન્ડ કરી લેવું. તેમાં 2 કપ પાણી ઉમેરી મિક્સ કરવું.

  4. 4

    પેન માં ઘી ગરમ કરી જીરું,હિંગ સાંતળી લીધાં પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દો.તેમાં મરી પાઉડર ઉમેરી એક ઉભરો લેવો.

  5. 5

    હવે તેમાં સિંધવ મીઠું,સંચળ,ચાટ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી 2-3 મિનિટ ગરમ કરી ઉતારી લો. ગાજર સરગવા ના સૂપ ને કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરવું.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes