વેજીટેબલ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#GA4
#week20

હાલ શિયાળા. માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું.

વેજીટેબલ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)

#GA4
#week20

હાલ શિયાળા. માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩લોકો
  1. ૨ ટીસ્પૂનસમારેલી લીલી ડુંગળી
  2. ૨ ટીસ્પૂનસમારેલું લીલું લસણ
  3. ૨ ટીસ્પૂનઆદુ_ મરચા ની પેસ્ટ
  4. ૧ ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  5. ૧ ટીસ્પૂનસમારેલા લીલા ધાણા
  6. ૧.૫ ટીસ્પૂન મીઠું(સ્વાદ મુજબ)
  7. ૧.૫ ટીસ્પૂન તેલ
  8. ૨ ટેબલસ્પૂનસમારેલા ગાજર
  9. ૨ ટેબલસ્પૂનબાફેલા મકાઈ દાણા
  10. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  11. ૨ ટીસ્પૂનસોયાસોસ
  12. ૧ ટીસ્પૂનરેડ ચીલી સોસ
  13. ૨ ટીસ્પૂનટોમેટો સોસ
  14. ૨_૩ ટી ચમચી કોર્ન ફ્લાવર પાઉડર
  15. ૨ ગ્લાસપાણી
  16. ૨ ટીસ્પૂનસમારેલા કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર,લીલી ડુંગળી નો આગળનો ભાગ,લસણ નો પણ આગળ નો ભાગ,લીલા ધાણા,કેપ્સીકમ આ બધાને એકદમ બારીક સમારી લેવા,આદુ_ મરચાની પેસ્ટ બનાવી લેવી, અને લસણ ની પેસ્ટ બનાવી લેવી,કોબીજ પણ નાખી શકાય,મરી પાસે આજે નથી તો મે નથી નાખી,મકાઈ ના થોડા દાણા બાફી લેવા,ઘટક માં આપેલ બધી સામગ્રી લેવી

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેમાં સમારેલી ડુંગળી,લસણ ની પેસ્ટ નાખી સોતે કરો હવે તેમાં સમારેલ ગાજર,કેપ્સીકમ,બાફેલી મકાઈ નાખી તેમાં લીલા મરચા અને આદુ ની પેસ્ટ નાખી સોતે કરી તેમાં પાણી નાખી દેવું,હવે મીઠું નાખો અને થવા દો,ત્યાં સુધી બાજુમાં કોર્ન ફ્લોર ને ૨ ટીસ્પૂન પાણી માં ઓગળી લો,હવે તેને ઉકળતા શાકભાજી વાળા પાણી માં ધીમે ધીમે નાખી ને હલાવતા જવું

  3. 3

    હવે તેમાં સિયાસોસ,રેડ ચીલી સોસ અને ટોમેટો સોસ નાખી ને ૩ મિનિટ સુધી હલાવતા રહો,બસ તૈયાર છે આપણો વેજીટેબલ મન ચાવ સૂપ એક બાઉલ માં કાઢી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Ved
Sunita Ved @cook_25903171
પર
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes