દુધી- દાળનું શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)

Vidhi Patel
Vidhi Patel @cook_27890391
Botad

દુધી- દાળનું શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. 1/2વાટકી ચણાની દાળ
  2. 1 વાટકીસમારેલી દુધી
  3. 1મિડિયમ સાઈઝ ની ડુંગળી
  4. 1ટામેટું
  5. ૨ ચમચીલસણની પેસ્ટ
  6. તેલ વઘાર માટે
  7. રાઈ, જીરું, હિંગ, લવિંગ
  8. લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું
  9. ચપટીગોળ
  10. ચપટીગરમ મસાલો, કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ચણાની દાળ ને અગાઉથી ગરમ પાણીમાં ૨ કલાક પલાળી રાખો. ત્યાર બાદ કુકરમાં પલાળેલી દાળ અને સમારેલી દુધી અને 1/2 ગ્લાસ કરતાં પણ ઓછું પાણી ઉમેરી ૩ સીટી થાય ત્યાં સુધી ચઢવા દો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં વઘાર કરો અને ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો. પછી એમાં ટામેટા અને લસણ ની પેસ્ટ ઉમેરવી.

  3. 3

    ટામેટા બરાબર ચડી જાય પછી એમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, ચપટી ગોળ ઉમેરો અને બરાબર મિક્સ કરો. 1/2 ગ્લાસ કરતાં પણ ઓછું પાણી ઉમેરી મિક્સ કરી લો. અને પછી એમાં બાફેલી દાળ અને દૂધી ઉમેરી મિક્સ કરી ધીમા તાપે ૫ મિનિટ ઢાંકીને ચડવા દો.

  4. 4

    કોથમીર અને ગરમ મસાલો ઉમેરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Patel
Vidhi Patel @cook_27890391
પર
Botad

Similar Recipes