વ્હાઈટ સાૅસ પાસ્તા(White Sauce Pasta Recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વ્હાઈટ સાૅસ માટે
  2. 1ટેબલસ્પુન બટર
  3. 1.5ટેબલસ્પુન મેંદો
  4. 1 કપદૂધ
  5. 1/4ટીસ્પુન મીઠું
  6. 1/4ટીસ્પુન મરી પાઉડર
  7. 1/4ટીસ્પુન મિક્સ હર્બ્સ
  8. 1/4ટીસ્પુન ચિલી ફલેક્સ
  9. પાસ્તા માટે
  10. 1 કપપાસ્તા
  11. 3 કપપાણી
  12. વ્હાઈટ સાૅસ
  13. 1ટેબલસ્પુન બટર
  14. 1/4-1/2 કપવેજીટેબલ્સ (મકાઈ, કેપ્સીકમ, ગાજર)
  15. 1/4 કપદૂધ
  16. 1કયુબ ચીઝ
  17. 1ટેબલસ્પુન મેયોનીઝ
  18. 1/4ટીસ્પુન મીઠું
  19. 1ટેબલસ્પુન કોથમીર (ઓપશનલ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાજુ પાણીમાં મીઠું નાખી ગરમ કરવા મુકો.

  2. 2

    એક વાર પાણી ઉકળવા લાગે કે પાસ્તા નાખી 7-10 મિનિટ રાંધો. પાસ્તા રંધાય કે નીતારી લો.

  3. 3

    વ્હાઈટ સાૅસ માટે પેનમાં બટર લઈ ધીમા તાપે મેંદો શેકાય એની સુગંધ આવે પણ રંગ ન બદલાય ત્યાં સુધી શેકો.

  4. 4

    થોડું થોડું કરી 1/2 કપ દૂધ ઉમેરી મેંદો, દૂધ એકરસ કરો. (ગાંઠા ન પડે તેનું ધ્યાનરાખો. પડેતો બીટરથી બીટ કરો)

  5. 5

    બાકીનું 1/2 કપ દૂધ ઉમેરી ક્રીમી સાૅસ બનાવો. મીઠું, મરી, ચિલી ફલેક્સ, મિક્સ હર્બ્સ નાખી મિક્સ કરો. વ્હાઈટ સાૅસ તૈયાર.

  6. 6

    પેનમાં બટર લઈ, વેજીટેબલ્સને 1 મિનિટ માટે સાંતળો (રાંધવાના નથી) અને વ્હાઈટ સાૅસ, દૂઘ, ચીઝ, મેયોનીઝ ઉમેરી એકરસ કરો.

  7. 7

    પાસ્તા,કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો એટલે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes