દાબેલી ચીલા (Dabeli Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાબેલી ચીલા બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ૩ ચમચી તેલ નાખો.તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં બટેટાનો માવો નાખો.તેમાં મીઠું, લાલ મરચું પાઉડર અને દાબેલી મસાલો નાખી પાણી નાખી મિક્સ કરો અને તેમાં ખજૂર અમલી ની ચટણી નાખી મિક્સ કરો.
- 2
મગની દાળને ૩ કલાક પલાળી રાખો.ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈને ખીરું બનાવો. એક બાઉલ માં લઇ તેમાં મીઠું,આદુ મરચાની પેસ્ટ અને કોથમીર નાખી હલાવો અને તાવને ગેસ પર ગરમ કરવા મૂકો અને તેની ઉપર ખીરું રેડી અને તેને પાથરી દો.
- 3
ત્યારબાદ તેની ઉપર દાબેલી નું મિશ્રણ પાથરો અને તેની ફરતે ખજૂરની ચટણી,લસણની ચટણી, દાડમના બી,મસાલા બી,કોથમીર,નાળિયેરનું ખમણ અને સેવ ભભરાવો.બધી બાજુ થોડું તેલ થી ચીલા ને સેકી લો.તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી એવા દાબેલી ચીલા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
કચ્છી દાબેલી(kutchi dabeli recipe in Gujarati)
કચ્છ ની ફેમસ વાનગી દાબેલીને ગુજરાતી લોકો બહુ જ પસંદ કરે છે.અને ચોમાસામાં ચટપટું બહું જ ટેસ્ટી લાગે છે.#સુપરશેફ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
ચટપટી મસાલેદાર કચ્છી દાબેલી (Chatpati Masaledar Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC# કચ્છી રાજસ્થાની રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકચ્છ અને રાજસ્થાન બંનેનું વાતાવરણ સરખું છે તેથી મોટાભાગે તેમની રેસિપીમાં સામ્યતા જોવા મળે છે ત્યાં પાણી અને શાકભાજીની અછત ની અસર તેને ભોજન શૈલીમાં જોવા મળે છે તેની વાનગી મસાલેદાર ચટપટી અને flavorful હોય છે Ramaben Joshi -
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
દાબેલી સેન્ડવીચ (Dabeli Sandwich Recipe In Gujarati)
#PSદાબેલી આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ અને અમારા ઘરમાં બધાને ખાટું-મીઠું અને તીખું ચટપટુ ભાવે છે તો આ વખતે દાબેલી સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ઘરમાં ભાવે છે Kalpana Mavani -
-
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14576897
ટિપ્પણીઓ