પાલક ના ચીલા (Palak Chila Recipe In Gujarati)

Khushbu Japankumar Vyas
Khushbu Japankumar Vyas @Khush

#GA4 #Week22 #Chila
હાય ફ્રેન્ડ્સ આજે મેં પાલકના ચીલા બનાવ્યા છે પાલકના ચીલા ખૂબ જ હેલ્ધી સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે ઘણીવાર બાળકો પાલકનું શાક ખાતા નથી હોતા તો આવી રીતે બનાવીને બ્રેકફાસ્ટમાં આપીએ તો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ બને છે

પાલક ના ચીલા (Palak Chila Recipe In Gujarati)

#GA4 #Week22 #Chila
હાય ફ્રેન્ડ્સ આજે મેં પાલકના ચીલા બનાવ્યા છે પાલકના ચીલા ખૂબ જ હેલ્ધી સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે ઘણીવાર બાળકો પાલકનું શાક ખાતા નથી હોતા તો આવી રીતે બનાવીને બ્રેકફાસ્ટમાં આપીએ તો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ઝૂડી સમારેલી પાલક
  2. ૩-૪ ચમચા ચણાનો લોટ
  3. ૧ નંગસમારેલી ડુંગળી
  4. ૧ નંગસમારેલું ટમેટું
  5. 2 ચમચીલસણ મરચાની પેસ્ટ
  6. થોડી સમારેલી કોથમીર
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. ૧ નાની ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકની ઝીણી સમારી અને ત્રણથી ચાર વાર પાણીએ ધોઈ અને સાફ કરી લો ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટા તેમજ લસણની પેસ્ટ એડ કરો

  2. 2

    ત્યારબાદ તેમાં ચણાનો લોટ એડ કરી દો ત્યારબાદ તેમાં ઉપર મુજબના બધા મસાલા એડ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી અને ખીરું તૈયાર કરો ખીર ભજીયા થી થોડું પતલુ રાખવાનું છે

  4. 4

    નોનસ્ટીક પેન ગરમ કરી થોડું તેલ લગાવી ખીરું પાથરો ત્યારબાદ આજુબાજુ થોડું તેલ લગાવો અને બીજી સાઈડ પણ સારી રીતે પાકવા દો

  5. 5

    ચીલા બંને સાઇડ બરાબર પાકી જાય ત્યારબાદ દહીં અથવા સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Japankumar Vyas
પર

ટિપ્પણીઓ

Similar Recipes