ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)

vishu Tilva
vishu Tilva @cook_28487200
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ- ચોખા નો લોટ
  2. 2 ચમચીતાજી મલાઈ
  3. 1 કપ- મોળું દહીં
  4. 2 ચમચી- તલ
  5. 1 ચમચી- અજમો
  6. 1/2 ચમચી- હળદર
  7. 2 ચમચી- ચોપ કરેલા લીલા મરચાં
  8. સ્વાદ મુજબ - મીઠુ
  9. તળવા માટે -: તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા વાસણ માં ચોખા નો લોટ લો.તેમાં મીઠુ, ચોપ કરેલા મરચાં, વાટેલા અજમો અને તલ, હળદર અને મલાઈ નાખી હલાવી મોળા દહીં ની છાસ બનાવી તેના થી લોટ બાંધો. બિલકુલ પાણી રેડવું નહિ. બહુ કઠણ નહિ અને બહુ ઢીલો નહિ આવો લોટ બાંધી 10 મિનિટ રેસ્ટ આપી દો. મોવન માટે તેલ ની જરૂર પડશે નહિ.

  2. 2

    હવે સેવ નો જે સંચો અવે છે તેમાં ચકરી ની જાળી મૂકી સંચા ને અંદર થી સહેજ તેલ લગાવી તેમાં લોટ ભરી બંધ કરી ચકરી પડી લો.

  3. 3

    હવે તાવડી માં તેલ મૂકી ધીમા તાપે ચકરી તળી લો. એ રીતે બધી ચકરી પાડી અને તળી લો.

  4. 4

    તો રેડી છે ક્રિસ્પી ચકરી. સવારે અથવા સાંજ ના નાસ્તા માં ચા સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vishu Tilva
vishu Tilva @cook_28487200
પર

ટિપ્પણીઓ

Similar Recipes