લઝાનીયા(Lasagna recipe in gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#GA4
#week5
#Italian

લઝાગના એ વિશાળ, સપાટ પાસ્તાનો એક પ્રકાર છે, સંભવત past પાસ્તાના સૌથી જૂના પ્રકારોમાંનો એક. લાસગ્ના એ ઇટાલિયન વાનગી છે જે પાતળા ફ્લેટ પાસ્તાના સ્ટેક્ડ સ્તરોથી બનેલી છે જે શાકભાજી, પનીર અને સીઝનીંગ અને લસણ, ઓરેગાનો અને તુલસીનો છોડ જેવા મસાલા સાથે ભરે છે. ..ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને નાના થી મોટા દરેક ને ભાવે એવું ...તો આપને માટે સેહલયથી બનાવી શકાય એવી રેસીપી મૂકું છું...

લઝાનીયા(Lasagna recipe in gujarati)

#GA4
#week5
#Italian

લઝાગના એ વિશાળ, સપાટ પાસ્તાનો એક પ્રકાર છે, સંભવત past પાસ્તાના સૌથી જૂના પ્રકારોમાંનો એક. લાસગ્ના એ ઇટાલિયન વાનગી છે જે પાતળા ફ્લેટ પાસ્તાના સ્ટેક્ડ સ્તરોથી બનેલી છે જે શાકભાજી, પનીર અને સીઝનીંગ અને લસણ, ઓરેગાનો અને તુલસીનો છોડ જેવા મસાલા સાથે ભરે છે. ..ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને નાના થી મોટા દરેક ને ભાવે એવું ...તો આપને માટે સેહલયથી બનાવી શકાય એવી રેસીપી મૂકું છું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક 30 મિનિટ
3 લોકો
  1. 📍લઝાનિયા શીટ્સ ની રીત=
  2. 1.5 કપમેંદો
  3. મીઠું
  4. 1 ચમચીતેલ
  5. પાણી જરૂર મુજબ
  6. 📍મેરીનારા સોસ ની રીત=
  7. 1કાંદો જીનો સમારેલી
  8. 6ટામેટા બાફીને પ્યુઇરી કરેલા
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીલસણ ની પેસ્ટ
  11. 2 ચમચીપૅપ્રિકા
  12. 1 ચમચીઇટાલિયન સેસનીંગ
  13. મીઠું
  14. 1 ચમચીખાંડ
  15. 📍વ્હાઈટ સોસ રેસીપી=
  16. 3 ચમચીમેંદો
  17. 3 ચમચીમાખણ
  18. 1 કપદૂધ
  19. મીઠું
  20. 1/2મરી પાઉડર
  21. 1 ચમચીઓરેગાનો
  22. 📍સ્ટફિંગ માટે=
  23. 1ગાજર જીણું સમારેલું
  24. 1/2 વાડકીમકાઈના દાણા
  25. 1નાનું બતાકુ જીણું સમારેલું બાફેલું
  26. 1કેપ્સીકમ જીણું સમારેલું
  27. 1ટામેટું જીણું સમારેલું
  28. 2 ચમચીમાખણ
  29. 3 ચમચીલસણ આદુ પેસ્ટ
  30. 2 ચમચીઇટાલિયન સેસનિંગ
  31. 1 ચમચીપૅપ્રિકા
  32. 1/2ઓરેગાનો
  33. મીઠું
  34. 100 ગ્રામપ્રોસેસ ચીઝ
  35. 50 ગ્રામમોઝરેલા ચીઝ
  36. 1ચીઝ સ્લાઈસ
  37. 50 ગ્રામપનીર
  38. ઇટાલિયન સેસનિગ જરૂર મુજબ
  39. કોથમીર
  40. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

1કલાક 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદા નો લોટ ઉમેરી તેમાં મીઠું અને તેલ ઉમેરી બધું મિક્સ કરી લો. હવે એમાં થોડુ થોડુ પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો. હવે આ લોટ ને ઢાંકી ને 10 મિનિટ રેસ્ટ આપો. પછી મેંદા ના લોટ ના ચાર સરખા ભાગ કરી લો. હવે એક પાટલી પર કોરો મેંદા નો લોટ છાંટી તેની પર એકદમ પાતળી રોટલી વણી લો. (તમે જે પેન મા લઝનીયા બનાવાના છો એની માપ ની જ રોટલી વણી લેવી)..અને 5 કલાક સૂકવવા દો...(રોટલી ખુબ જ પાતળી વણવી)...આપને શેકવાની નથી..કાચી j યુઝ કરસુ..તો પણ ખુબ જ સરસ પાકી જસે...

  2. 2

    હવે વ્હાઇટ સોસ બનાવીશું. એની માટે એક પેન માં બટર ઉમેરી તેમાં મેંદો ઉમેરી બરાબર શેકી લો. હવે મેંદો શેકાઈ જાય એટલે એમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી હલાવી લો. આ દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં મરી પાઉડર, ઓરેગાનો, અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી થોડી વાર કૂક કરી ઠંડુ કરવા મૂકી દો.

  3. 3

    મેરીનારા સોસ માટે તેલ લઈ. તેમાં લસણની પેસ્ટ નાખી કાંદો સોટરી ને તે થયા બાદ તેમાં પેપ્રીકા, ઓરેગાનો નાખી સાત્રી લેસુ...હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખી હલાવી લો. પછી મીઠું, ઇટાલિયન સેસનીગ એડ કરવી...ખાંડ એડ કરવી અને બરાબર કુક થવા દેવું...(ધ્યાન રાખવું lasagna માં a સોસ પિઝા સોસ જેટલો જાડો નથી રાખવાનો)

  4. 4

    હવે લઝાનિયાં નું સ્ટફિંગ બનાવીશું. એની માટે એક પેન માં માખણ ઉમેરી તેમાં જીણું સમારેલું લસણ ઉમેરી થોડું સાંતળી લો. હવે એમાં જીની સમારેલી ડુંગળી, જીણું સમારેલું ગાજર, જીના સમારેલા બટાકા ના નાના ટુકડા, બાફેલા મકાઈના દાણા અને ટામેટા ઉમેરી બધું મિક્સ કરી લો.હવે ઇટાલિયન સિઝનીંગ ઓરેગાનો પૅપ્રિકા..મીઠું નાખી મિક્સ કરી રેડી કરી લો..

  5. 5

    હવે એક પેન મા સૌ પ્રથમ નીચે માખણ લગાવી.. મેરીનારાં સોસ પાથરી ઉપર બનાવેલી મેંદા ની રોટલી મૂકી તેના પર વ્હાઇટ સોસ લગાવી ઉપર સબ્જી નું લેયર પાથરી ઉપર પનીર પ્રોસેસ ચીઝ પાથરી ફરીથી બીજી મેંદા ની રોટલી મૂકી ઉપર મેરીનાર સોસ ને વ્હાઇટ સોસ લગાવી સબ્જી નું લેયર પાથરી ઉપર પનીર છીણેલું ચીઝ પાથરી ત્રીજી મેંદા ની રોટલી મૂકી આ રીતે લેયર કરી અને ચોથી રોટલી પાથરી ઉપર મોઝારેલા ચીઝ પ્રોસેસ ચીઝ અને ચીઝ સ્લાઈસના ટૂકડા મૂકી તેની પર ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પરીનકલ કરી સ્લો ફ્લેમ પર 20 થી 25 મિનિટ માટે કૂક કરી લો.

  6. 6

    કોથમીર થી અને ચીઝ થી ગાર્નિશ કરી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes