રાજસ્થાની પંચકૂટી કી સબ્જી(Rajasthani Panchkuti Sabji Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#Week25
#Rajasthani
#cookpadGujarati
#cookpadIndia
અમે જ્યારે જેસલમેર અને જોધપુર ફરવા ગયા હતા ત્યારે આ શાક ફાઇસ્ટાર કેટેગરી ની રેસ્ટોરન્ટમાં પણ ટેસ્ટ કર્યું હતું અને માર્કેટમાં રહેલી સામાન્ય રેસ્ટોરન્ટમાં પણ ટેસ્ટ કર્યું હતું હતો, અને બંને જગ્યાએ ખુબ જ પસંદ પડ્યું હતું.આ ઉપરથી ખ્યાલ આવે કે રાજસ્થાન આ શાક નું કેટલું પ્રખ્યાત છે. જેમાં વિવિધ પ્રકારની સૂકવણી નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. જો તમે ફક્ત કેર અને સાગરી નો ઉપયોગ કર્યો હોય તો કેર-સાગરી નાં શાક તરીકે ઓળખાય છે અહીં મેં સાંગરી, કેર, કુટમુટિયા, બાવળ ની શીંગ, ગુંદા તથા લીલી મેથી દાણા વગેરે ઉપયોગ કરીને દહીની ગ્રેવીમાં મસાલેદાર શાક તૈયાર કરેલ છે.
ખીજડો અથવા શમડી અથવા શમી વૃક્ષ એક વૃક્ષ છે, જે થરના રણ તથા એવા અન્ય ઓછા પાણીવાળાં સ્થળોએ જોવા મળે છે. આ ઝાડનાં અન્ય નામોમાં ધફ, ખેજડી, જાંટ/ જાંટી, સાંગરી (રાજસ્થાન), જંડ ( પંજાબી), કાંડી (સિંધ), વણ્ણિ (તમિલ), શમી, સુમરીનો સમાવેશ થાય છે. આ ઝાડનું વ્યાપારીક નામ કાંડી છે. આ વૃક્ષ જેઠ મહિનામાં પણ લીલું રહે છે. ઊનાળાની કાળઝાળ ગરમીમાં તેના છાયો વરદાન રૂપ છે.
બાડમેર થી જેસલમેર તરફ નાં રણમાં તેના વૃક્ષો સારા પ્રમાણમાં જોવા મળે છે તેના ઉપર ઉગતા ફળને સાંગરી કહેવાય છે જે લીલા તો ખવાય જ છે પણ સુકાઈ જાય તે પછી પણ તેને સાચવી રાખવામાં આવે તેના ફળોને પણ સૂકવીને શાક ની અછત હોય ત્યારે વાપરવામાં આવે છે. કેર પેટના રોગો માટે ખૂબ ઉપયોગી છે, તથા લીલી મેથી દાણા અને બાવળ ની શીંગ સાંધાના દુખાવામાં ખૂબ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 ચમચો સાન્ગરી
  2. 1ચમચો કેર
  3. ૧ચમચો સુકી બાવળની શીંગ
  4. 1ચમચો કુટમુટિયા
  5. 1ચમચો સૂકા ગુંદા
  6. 1 ચમચીલીલી મેથી દાણા
  7. 2 કપદહીં
  8. 1ચમચો તેલ
  9. 1/4 ચમચીહિંગ
  10. 1/2 ચમચીહળદર
  11. 2 ચમચીલાલ મરચું પાઉડર
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધી સુકવણી ને ભેગી કરીને ત્રણ થી ચાર વખત ધોઈને ચારથી પાંચ કલાક માટે પલાળી દો પછી તેનું પાણી નિતારી તેમાં બીજું નવું પાણી ઉમેરી ચપટી ચપટી મીઠુ ઉમેરીને 2/3 વ્હીસલ સુધી પ્રેશર કૂકરમાં બાફી લો. પછી ચારણીમાં કાઢી તેનું પાણી નિતારી લો. બફાઈને લગભગ તેની સાઈઝ ત્રણ ગણી વધી જશે.

  2. 2

    એક કડાઈમાં તેલ નો વધારો મૂકી તેમાં હિંગ હળદર લાલ મરચું અને ચણાનો લોટ ઉમેરી ને બે-ત્રણ મિનિટ સાંતળો પછી તેમાં બાફેલી બધી સુકવણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં એક કપ જેટલું પાણી ઉમેરીને બધુ બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લો.

  3. 3

    પછી તેમાં વલોવેલું દહીં ઉમેરી બરાબર મિક્સ કરી બીજી ચારથી પાંચ મિનિટ માટે ધીમા તાપે બધું મિક્સ થવા દો. શાકમાં તેલ છૂટુ પડી થોડું ઉપર આવવા લાગે એટલે ગેસ બંધ કરીને સર્વિંગ બાઉલમાં લઈ તૈયાર શાક કાઢી લો.

  4. 4

    તૈયાર શાક ને ગરમા ગરમ ફુલકા રોટી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Similar Recipes