દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ કપઅડદ ની ફોતરા વગર ની દાળ
  2. ૫૦૦ ગ્રામ દહીં
  3. ૧ ચમચીમરી ક્રશ કરેલા
  4. લીલા મરચા ની પેસ્ટ
  5. ખાંડ જરું પ્રમાણે
  6. ૨ ચમચીશેકેલું જીરૂ પાઉડર
  7. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ ચમચીચાટ મસાલો
  9. લીલી તથા કાળી દ્રાક્ષ જરૂર પ્રમાણે
  10. દાડમ ના દાણા જરૂર પ્રમાણે
  11. તેલ જરૂર પ્રમાણે. મે વડા ને appe maker માં સેલો ફ્રાય કરેલા છે
  12. ખજૂર આમલીની ચટણી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    અડદ ની દાળ ને ૫ થી ૬ કલાક માટે ધોઈ ને પાણી મા પલાળી રાખો.

  2. 2

    દાળ ને મિક્સર માં એકદમ સ્મૂધ પીસી લ્યો. બહુ ઢીલું બેટર ના બનાવવું. હવે તેમાં લીલા મરચા ની પેસ્ટ, મરી પાઉડર તથા મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી બરાબર હલાવી લેવું.

  3. 3

    Appe maker ને ગરમ કરી બધી કેવેટી માં એક એક ચમચી તેલ ઉમેરી ખીરું નાખી સ્લો flem પર બંને સાઈડ ૫ થી ૭ મિનિટ માટે રાખો. બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લેવા.

  4. 4

    હવે આ બધા વડા ઠંડા પડે એટલે તેને પાણી અથવા છાસ માં 1/2કલાક માટે ડુબાડી દેવા અને ત્યાર પછી એને દબાવી પાણી નિતારી મે ફ્રીઝ માં મૂકી દેવા.

  5. 5

    ફ્રીઝ કોલ્ડ ફ્લ ફેટ દહીં લઈ તેમાં જરૂર પ્રમાણે ખાંડ અને મીઠું નાખી બીટ કરી લ્યો.

  6. 6

    એક પ્લેટ માં વડા ગોઠવી તેના પર ઠંડુ દહીં નાખી જીરૂ પાઉડર, મરચું પાઉડર, ખજૂર ની ચટણી ઉમેરી દ્રાક્ષ તથા દાડમ થી ગાર્નિશ કરી ઠંડા ઠંડા દહીં વડા નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes