ક્રિસ્પી બ્રેડ વડા (Crispy Bread Vada recipe in Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

ક્રિસ્પી બ્રેડ વડા (Crispy Bread Vada recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2 લોકો
  1. ૭-૮ નંગ બ્રેડ ની સ્લાઈસ
  2. ૨-૩ નંગ બટાકા
  3. ૧/૨ વાટકીવટાણા
  4. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  6. ૨ ચમચીખાંડ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીમરચા નો ભૂકો
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. કોથમીર જરૂર મુજબ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો. અને તેનો માવો તૈયાર કરો. વટાણા ને પણ અલગ બાફી ને તે માવા સાથે ઉમેરો. બંને બરાબર મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં હળદર, મરચું આદુ મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ, કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરો. તેના બોલ્સ બનાવી લો.

  3. 3

    ત્યારબાદ બ્રેડ લઇ તેના કટકા કરી તેને ક્રશ કરી ને તેનો ભૂકો તૈયાર કરી લો.

  4. 4

    ત્યારબાદ આ બ્રેડ ક્રમશ માં થોડું પાણી અને મીઠું ઉમેરી તેનો એક લોટ બાંધી લો.

  5. 5

    તેમાં થી નાની વાટકી જેવો આકાર આપી ને ઉપર તૈયાર કરેલા સ્ટફિંગ ને વચ્ચે મૂકી ને બોલ્સ તૈયાર કરો. આ બોલ્સ ને બ્રેડ ક્રમશ માં રગદોળો. ને આ રીતે બ્રેડ ના વડા તૈયાર કરો.

  6. 6

    ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ગયા બાદ આ બોલ્સ ને તળી લો.

  7. 7

    તળાઈ ગયા બાદ આ બોલ્સ ને એક પ્લેટ માં લઈ ને કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes