ફરાળી સ્ટફડ હાંડવો (Farali Stuffed Handvo Recipe in Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

ફરાળી સ્ટફડ હાંડવો (Farali Stuffed Handvo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. બેઇઝ બનાવવા માટે ના ઘટકો
  2. 4મોટા બટાકા
  3. 2મીડિયમ સાઇઝના શક્કરિયા
  4. 1/2 કપ આરા લોટ
  5. 1 મોટી ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1/2 ચમચી મરી પાઉડર
  7. મીઠું જરૂર પ્રમાણે
  8. સ્ટફિંગ માટે ના ઘટકો
  9. 4 ચમચીશેકેલા શીંગદાણા
  10. ૮થી ૧૦ કાજૂ
  11. આઠથી દસ બદામ
  12. 2 ચમચીકિસમિસ
  13. 2 ચમચીકાળી દ્રાક્ષ
  14. 2 ચમચીટોપરાનું ખમણ
  15. બેથી ત્રણ ચમચી દાડમના દાણા
  16. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  17. અડધા લીંબુનો રસ
  18. 2 ચમચીકોથમીર ઝીણી સમારેલી
  19. 1 ચમચીમરી પાઉડર
  20. મીઠું અને ખાંડ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    બટાકા અને સકરિયા ને બે કલાક પહેલા બાફી લેવા અને પછી સાવ ઠરી ગયા પછી તેને ખમણી લેવા.

  2. 2

    ખમણેલા બટાકા અને સકરિયા ને મિક્સ કરો તેમાં જરૂર પ્રમાણે આરા લોટ ઉમેરતા જાઓ હવે તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું અને મરી નાખીને બરાબર મિક્સ કરો જરૂર પડે તો વધારે આરા લોટ મિક્સ કરી શકાય છે

  3. 3

    શેકેલા શીંગદાણા,કાજુ અને બદામ ને અધકચરા વાટી લેવાના છે અને હવે તેમાં બાકીની સ્ટફિંગ માટેની બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.

  4. 4

    નોનસ્ટીક પેનમાં બે ચમચી તેલ નાખી તેને બરાબર ગ્રીસ કરી લો અને થોડા તલ ભભરાવી દો. હવે બટાકા અને સકરિયા ના મિશ્રણમાંથી એક થેપ્લી જેવું બનાવી પેન માં રાખી દો હવે તેના ઉપર બનાવેલું મિશ્રણ ચમચીથી બરાબર પાથરી દો

  5. 5

    હવે તે સ્ટફિંગ ની ઉપર ફરીથી શક્કરિયા અને બટાકા માંથી બનાવેલા મિશ્રણ ની એક થેપ્લી બનાવો એ જ સાઇઝની અને તેના ઉપર બરાબર મૂકી અને બધી બાજુથી તેને આંગળીની મદદથી સીલ કરી દો

  6. 6

    આ બધી જ પ્રોસેસ થઈ ગયા પછી ગેસ on કરવાનો છે. હાંડવા ને બંને બાજુ ધીમા ગેસ પર ક્રિસ્પી ના થાય ત્યાં સુધી થવા દેવાની છે.

  7. 7

    હાંડવો થઈ ગયા પછી તેને થોડીવાર માટે વાયર રેક પર રાખો અને થોડો ઠંડો થયા પછી તેને કટ કરી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes