ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
3 થી ૪ વ્યક્તિ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1 વાટકીતેલ
  3. 1 વાટકીપાણી
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1/2 ચમચી અજમો
  6. 1/2 ચમચી ગાંઠિયાના સોડા
  7. 1/2 ચમચી મરી પાઉડર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ પહેલા એક તપેલીમાં એક વાટકી પાણી એક વાટકી તેલ મરીનો પાઉડર સ્વાદ અનુસાર મીઠું અને સોડા એડ કરો ત્યારબાદ પછી બરાબર મિક્સ કરીને ફેંટી લો

  2. 2

    પછી એક મોટા વાસણમાં ચણાનો લોટ લેવાનો અને તેમા આપણે જે પાણી મિક્સ કરેલુ છે તેમાં ધીમે ધીમે એડ કર તું જવાનું અને લોટ બાંધ તું જવાનું

  3. 3

    ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરો લોટને એકદમ મસળી નાખવા નો જેથી તેનો કલર ચેન્જ થઇ જશે પછી એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ તેની ઝારાની મદદથી ગાંઠીયા પાડી લેવા અને પછી ચડી જાય એટલે ઝારાની મદદથી કાઢી લેવા

  4. 4

    તો આ રીતે તમારા ભાવનગરી ગાંઠીયા તૈયાર છે તેને તમે ચા સાથે અથવા સંભારા સાથે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

Similar Recipes