ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#KS4
સોફ્ટ કુરકુરા ભાવનગરી ગાંઠિયા

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)

#KS4
સોફ્ટ કુરકુરા ભાવનગરી ગાંઠિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 2.1/2 ચણાનો લોટ
  2. 1 ચમચી અજમો
  3. 1 ચમચી અધકચરા ખાંડેલા તીખા
  4. 1/2 ચમચી બેકિંગ સોડા
  5. 1/2 કપ પાણી
  6. 1/2કપ તેલ
  7. 1 ચમચીમીઠું
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અઢી કપ ચણાનો લોટ લેવો ત્યારબાદ એક ચમચી અજમો એક ચમચી અધકચરા ખાંડેલા તીખા 1 ચમચી મીઠું 1/2 ચમચી બેકિંગ સોડા આ બધી વસ્તુઓ એક એક વાટકી મારા તૈયાર રાખવી ત્યારબાદ ચણાનો લોટ કે બેસન એક કથરોટમાં કાઢી તેમાં 1 ચમચી અજમો અને એક ચમચી અધકચરા ખાંડેલા તીખા નાખવા આ બંને વસ્તુને લોટમાં મિક્સ કરવી

  2. 2

    ત્યારબાદ એક લોયામાં 1/2 કપ પાણી નાખો અને 1/2 કપ તેલ નાખવું તેમાં એક ચમચી મીઠું નાખવું અને 1/2 ચમચી બેકિંગ સોડા નાખવા આ બધી વસ્તુને ભેગી કરીને બેટર વડે હલાવવું અથવા ચમચા વડે હલાવવું તેથી આ પાણી હલાવાથી સફેદ થઈ જશે પછી તેને ચણાના લોટમાં ધીમે ધીમે થોડું થોડું નાખવું

  3. 3

    ત્યારબાદ ધીમે ધીમે પાણી નાખી ગાંઠીયા માટેનો લોટ બાંધવો લોટ બંધાયા પછી એના બે ભાગ કરવા પછી એ ભાગ લઇ એક બાઉલમાં નાખી થોડું પાણી નાખી હાથ વડે એક સાઈડમાં હલાવવો લોટને એકદમ નરમ બનાવવો લોટ નો કલર બદલાઈ જશે ત્યારબાદ ગાંઠિયા પાડવા માટે સંચાનો કેખમણી નો કે ઝારાનો ઉપયોગ કરી શકાય છે મેં અહીંયા ખમણી અને સંચા નો ઉપયોગ કરીને ગાંઠીયા બનાવ્યા છે

  4. 4

    પ્રથમ મે ખમણી નો ઉપયોગ કરીને ગાંઠિયા બનાવ્યા ત્યારબાદ સંચામાં ગાઠીયા નો લોટ ભરી અને ગાંઠિયા બનાવ્યા બંને રીતે ગાંઠિયા બહુ સરસ બને છે પરંતુ સંચા વડે ગાંઠીયા બનાવવા વધુ અનુકૂળ આવે છે

  5. 5

    ત્યારબાદ ગાંઠિયા ને એક લોયામાં ધીમા તાપે એક મિનિટ સુધી તળીને એક થાળીમાં કાઢી લીધા જેથી તે સોફ્ટ પણ બને અને ક્રિસ્પી પણ બને પછી મેં મરચાંને તેલમાં તળી લીધા ડુંગળી પણ સમારીને રાખી આ બધી વસ્તુઓ ને એક ડીશમાં રાખ્યા ગાંઠિયા એક ડીશમાં બરાબર ગોઠવ્યા તળેલા મરચાં ઉપરના ભાગમાં રાખ્યા બાજુમાં સમારેલી ડુંગળી રાખી ડેકોરેટ કરી અને ગાંઠિયા સર્વ કર્યા આ ગાંઠીયા જોઈને જ ખાવાનું મન થઈ જાય છે તેને ચા મરચાં અને સમારેલી ડુંગળી સાથે ખાવાની ઓર મજા આવે છે આ ૩૦૦૦ કેલેરી ની વાનગી છે તે જમણવારમાં તથા મુસાફરીમાં ઉપયોગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes