વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં પ્રોટીન(Protein), કેલ્શિયમ (Calcium), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), આયરન (Iron), વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો.

વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં પ્રોટીન(Protein), કેલ્શિયમ (Calcium), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), આયરન (Iron), વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 1 વાટકો બાફેલી બ્રોકલી
  2. 1/2 વાટકો બાફેલા મકાઈ ના દાણા
  3. 1નાનો બાફેલું બીટ
  4. 1નાની બાફેલી ગાજર
  5. 1ટોમેટો સમારેલો
  6. 50 ગ્રામપનીર
  7. 1 ચમચીહની
  8. 2 ચમચીલીંબુ નો રસ
  9. 1/૨ ચમચી કાળા મરી પાઉડર
  10. 1 ચમચીચાટ મસાલા
  11. 1 ચમચીઓલિવ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધી વેજીટેબલ બાફેલી છે 1 ચમચી કડાઈ માં બટર નાખી પનીર ને શેકી લેવા.પછી એજ કડાઈ માં ઓલિવ ઓઇલ નાખી બ્રોકલી ને 1મિનિટ સાતળવી પછી બીજી બધી વેજીટેબલ ને પણ 1 મિનિટ સુધી સાતળવી.

  2. 2

    હવે પનીર નાખી મિક્સ કરી દેવું.ત્યાર પછી આપણે સલાડ માટે ડ્રેસિંગ બનાવશું તેના માટે એક નાની બોટલ ક ડબ્બી લેવી તેમાં હની, લીંબુ નો રસ, કાળા મરી પાઉડર, મીઠું,ચાટ મસાલો નાખી ઢાકણ બંધ કરી ડબ્બી ને હલાવવું.

  3. 3

    હવે સલાડ માં બનાવેલું ડ્રેસિંગ નાખી મિક્સ કરવું મિક્સ કયા બાદ સલાડ માં લીલાં ધાણા અને ફુદીના પાન ને સમારી ને નાખવા અને મિક્સ કરવું. તૈયાર થઈ ગયું છે હેલ્થી સલાડ તેને તમે ઠંડુ કરી ને પણ સર્વ કરી શકાય છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes