સોલકઢી (Solkadhi recipe in Gujarati)

સોલકઢી એક રિફ્રેશિંગ, ડાયજેસ્ટીવ સમર કુલર છે જે એક પીણાં તરીકે અથવા તો ભોજન સાથે પણ પીરસી શકાય. સોલકઢી મહારાષ્ટ્ર અને ગોવાના કોંકણ પ્રાંતનું ખૂબ જ લોકપ્રિય પીણું છે. સામાન્ય રીતે એને ભાત સાથે પીરસવામાં આવે છે. આ એક બેસન કે દહીંનો ઉપયોગ કર્યા વગર બનતી કઢી છે જે કોકમ અને નાળીયેરના દૂધમાંથી બનાવવામાં આવે છે. ભોજનમાં પીરસતી વખતે એના પર રાઈ-જીરું, લીમડી અને હિંગનો વઘાર પણ કરી શકાય. ખૂબ જ ઓછી વસ્તુઓ માંથી અને ઝડપથી તૈયાર થઈ જતી સોલકઢી સ્વાદમાં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ એક જરૂરથી બનાવીને મજા લેવા જેવી વસ્તુ છે.
સોલકઢી (Solkadhi recipe in Gujarati)
સોલકઢી એક રિફ્રેશિંગ, ડાયજેસ્ટીવ સમર કુલર છે જે એક પીણાં તરીકે અથવા તો ભોજન સાથે પણ પીરસી શકાય. સોલકઢી મહારાષ્ટ્ર અને ગોવાના કોંકણ પ્રાંતનું ખૂબ જ લોકપ્રિય પીણું છે. સામાન્ય રીતે એને ભાત સાથે પીરસવામાં આવે છે. આ એક બેસન કે દહીંનો ઉપયોગ કર્યા વગર બનતી કઢી છે જે કોકમ અને નાળીયેરના દૂધમાંથી બનાવવામાં આવે છે. ભોજનમાં પીરસતી વખતે એના પર રાઈ-જીરું, લીમડી અને હિંગનો વઘાર પણ કરી શકાય. ખૂબ જ ઓછી વસ્તુઓ માંથી અને ઝડપથી તૈયાર થઈ જતી સોલકઢી સ્વાદમાં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ એક જરૂરથી બનાવીને મજા લેવા જેવી વસ્તુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોકમને ૧ કપ પાણીમાં ૩૦ મિનિટથી એક કલાક માટે પલાળી રાખવા. બરાબર પલળી જાય એટલે કોકમને હાથથી મસળી લેવા અને એક ગરણી થી ગાળી લેવું. બરાબર દબાવી ને બધું પાણી લઈ લેવું.
- 2
હવે એક મિક્સર જારમાં છીણેલું નાળિયેર, લીલું મરચું, લસણ અને એક કપ પાણી ઉમેરીને બરાબર વાટી લેવું. નાળિયેરના દૂધને ગાળી લેવું. હવે વધેલા નારિયેળના કૂચા માં પાછું એક કપ પાણી ઉમેરીને પાછુ દૂધ બનાવી લેવું અને ગાળી લેવું. બીજીવાર નાળિયેરનું પાતળું દૂધ તૈયાર થશે.
- 3
હવે નારિયેળના દૂધ માં કોકમનું પાણી ઉમેરી બરાબર હલાવી લેવું. હવે તેમાં મીઠું અને લીલા ધાણા ઉમેરી હલાવવું. હવે તેને ફ્રિજમાં એકથી બે કલાક માટે ઠંડુ થવા દેવું. સોલકઢી પર રાઈ, જીરું હિંગ અને લીમડી નો વઘાર પણ કરી શકાય. વઘારેલી સોલકઢી જમવાની સાથે પીરસવી. વઘારેલી સોલકઢી ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે ગરમ કરીને પીરસવી.
- 4
સોલકઢી ને એક સમર કુલર તરીકે એકદમ ઠંડી પીરસવી અથવા તો ભોજન ની સાથે વઘારી ને ગરમ પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મહારાષ્ટ્રીયન સોલ કઢી (Sol Kadhi Recipe In Gujarati)
#AM1#સોલકઢી#maharashtiyan#solkadhi#cookpadindia#cookpadgujartiસોલકઢી એ એક તાજગી આપતું બૃહદ પીણું છે, જેની શરૂઆત મહારાષ્ટ્રના કોંકણ ભાગથી થઈ છે. આ બેસન કે દહીંનો ઉપયોગ કર્યા વગર બનતી કઢી છે. સોલકઢી કોકમ ફળ, નાળિયેર દૂધથી બને છે અને લસણ તેમજ જીરું તેનો સ્વાદ વધારે છે.ખૂબ જ ઓછી વસ્તુઓ માંથી અને ઝડપથી તૈયાર થઈ જતી સોલકઢી સ્વાદમાં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. કોંકણી અથવા માલવાણી વાનગી થોડી મસાલેદાર હોય છે અને ગરમ મસાલેદાર સ્વાદિષ્ટ ભોજન પછી સોલકઢી સુખદ અસર આપે છે. કોકમ એ પાચન પ્રક્રિયામાં મદદ કરે છે.ભોજનમાં પીરસતી વખતે એના પર રાઈ-જીરું, લીમડી અને હિંગનો વઘાર પણ કરી શકાય.મેં અહીં તૈયાર કોકમ નો રસ વાપરયો છે જે ઠંડા પીણાં તરીકે પીરસી હોવાથી વઘાર કરેલ નથી. કોકમ ખાટા હોય છે તેથી સ્વાદ નું માત્રા જાળવવા ગોળ અને ચાટ મસાલો ઉમેર્યા છે. Mamta Pandya -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો રાઈસ (Mango Rice Recipe In Gujarati)
મેંગો રાઈસ એક સીઝનલ ડીશ છે જે કાચી કેરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે જે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. કાચી કેરી માંથી આવતો થોડો ખાટો સ્વાદ આ ભાતને એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આપે છે અને બીજી રાઈસ ની રેસીપી કરતા અલગ બનાવે છે. ઓછી અને બેઝિક વસ્તુઓ નો ઉપયોગ કરીને બની જતી આ ડિશ એકદમ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
ઘૂગની (Ghoogni recipe in Gujarati)
ઘૂગની કોલકાતા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે સૂકા સફેદ વટાણા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ એક ચાટ જેવી ડીશ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તાજો સૂકો મસાલો અને રાઈ નું તેલ એક અલગ જ ફ્લેવર આપે છે. આ ડીશ આમલી ના પાણી, કાંદા, મરચા, ધાણા અને સેવ સાથે પીરસવા માં આવે છે.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
કર્ડ રાઈસ (Curd rice recipe in Gujarati)
કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે જે લંચ કે ડિનર તરીકે પીરસી શકાય. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
જુવાર બાજરા ના ટોઠા (Jowar Bajra Totha Recipe In Gujarati)
#TT2આ રેસિપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે જે મેં મારી જાતે બનાવેલી છે Kajal Solanki -
દહીં તીખારી (Dahi tikhari recipe in Gujarati)
દહીં તીખારી ને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ એકદમ ઝડપથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જેને મુખ્ય ભોજનની સાથે પીરસવામાં આવે તો ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. દહીં તીખારી ને બાજરીના રોટલાની સાથે ખાવાની મજા કંઇક અલગ જ છે. લસણની ચટણી જો તૈયાર રાખવામાં આવે તો આ ડિશ પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે. શાકભાજીની અવેજીમાં પણ રોટલી કે પરાઠા અથવા ભાખરી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#સાઈડ#પોસ્ટ7 spicequeen -
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati)
ગટ્ટે કી સબ્જી એ રાજસ્થાન ની ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય વાનગી છે. એકદમ સાદી રીતે અને એકદમ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ2 spicequeen -
સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસોં દા સાગ પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પંજાબી ડિશ છે જે સરસો એટલે કે રાયના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રાયના પાનની સાથે સાથે પાલક, ચીલની ભાજી અને મૂળા ની ભાજી પણ ઉમેરવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ શાકનો પ્રકાર છે જે મકાઈની રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. શિયાળા ના સમય દરમિયાન આ સબ્જી એકવાર જરૂરથી બનાવવી જોઈએ.#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
મૈસુર બોન્ડા (Mysore bonda recipe in Gujarati)
મૈસુર બોન્ડા એ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ નો લોકપ્રિય નાસ્તો છે. મૈસુર બોન્ડા મિક્સ વેજીટેબલ ના સ્ટફિન્ગ સાથે અથવા તો પ્લેન પણ બનાવી શકાય. મેંદા અને ચોખાના લોટમાં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતા આ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ લાઈટ અને સોફ્ટ હોય છે. મૈસુર બોન્ડા ટોમેટો ચટણી, નાળિયેરની ચટણી અથવા તો કોઈ પણ ચટણી સાથે પીરસી શકાય. આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે.#સાઉથ#પોસ્ટ9 spicequeen -
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
ખાંડેલી ધાણા ની ચટણી (Khandeli dhana chutney recipe in Gujarati)
પથ્થરમાં ખાંડીને બનાવવામાં આવતી ધાણાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજકાલ આપણે મિક્સર માં ધાણા ની ચટણી બનાવતા હોઈએ છીએ પરંતુ પથ્થરમાં વાટેલી ચટણી નો સ્વાદ અને ટેક્ષચર ખૂબ જ અલગ અને સરસ બને છે. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ ચટણી થેપલાં, પરાઠા, પુરી કે અન્ય નાસ્તા સાથે પીરસી શકાય. હાથથી વાટેલી ચટણી મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RC4#cookpadindia#cookpad_gu spicequeen -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
હરાભરા કબાબ (Harabhara kebab recipe in Gujarati)
હરાભરા કબાબ એ ખૂબ જ લોકપ્રિય સ્ટાર્ટર નો પ્રકાર છે જે પાલક, વટાણા અને પસંદગી મુજબના શાકભાજીને ઉમેરીને બનાવવામાં આવે છે. લીલા ધાણા અને ફુદીનો આ વાનગી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. સામાન્ય રીતે હરાભરા કબાબને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા પેન ફ્રાય કરીને બનાવ્યા છે જે ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હરાભરા કબાબ નો સ્વાદ ફુદીના અને દહીંની ચટણી સાથે પીરસવાથી અનેક ગણો વધી જાય છે.#CWT#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીન બીન્સ પોરીયલ (Green beans poriyal recipe in Gujarati)
પોરીયલ એ તમિલ શબ્દ છે જેનો અર્થ તળેલા અથવા સાંતળેલા શાકભાજી ની બનાવટ એવો થાય છે. પોરીયલ અલગ-અલગ પ્રકારના શાકભાજી અને તાજા નાળિયેરની સાથે એકદમ ઓછા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. ગ્રીન બીન્સ પોરીયલ ફણસી માંથી બનાવવામાં આવે છે જેમાં ખૂબ જ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ શાક બને છે. આ એક એકદમ સરળ અને ઝડપથી બની જતી સાઈડ ડિશ છે જે રાઈસ, સાંભાર કે રસમ સાથે પીરસી શકાય. આ શાક રોટલી અને પરાઠા સાથે પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ દાલ પનીર ચિલ્લા (Mix dal paneer chilla recipe in Gujarati)
ચિલ્લા છત્તીસગઢની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તાની વાનગી છે જે આખા દેશમાં બધી જગ્યાએ બનાવવામાં આવે છે. ઘણી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ છત્તીસગઢમાં દાળ અને ચોખા ભેગા કરીને બનાવાય છે. મેં ચોખા, મગની દાળ અને અડદની દાળ ભેગી કરીને એમાં અલગ અલગ શાકભાજી ઉમેરીને ચિલ્લા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે.#CRC#cookpadindia#cookpad_gu spicequeen -
સોલકઢી (solkadhi recipe in gujarati)
#વેસ્ટ#cookpadindiaસોલકઢી એ એક ગોવા &મહારાષ્ટ્ર નું પોપ્યુલર ડ્રિન્ક છે. જે કોકમ અને કોકનટ મિલ્ક વડે બનાવામાં આવે છે. જે એનર્જી થી ભરપૂર છે. Kinjalkeyurshah -
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
વેજીટેબલ પેનકેક (Vegetable pancake recipe in Gujarati)
સામાન્ય રીતે પેનકેક એટલે આપણા ધ્યાનમાં ગળ્યા પેનકેક આવે છે, પરંતુ અહીંયા મેં શાકભાજી ઉમેરીને મગની દાળમાંથી એકદમ હેલ્ધી વેજીટેબલ પેનકેક બનાવ્યા છે જે નાસ્તા માટે અથવા તો ગરમી ની ઋતુ માં લાઈટ મીલ તરીકે પીરસી શકાય. વેજિટેબલ પેનકેક દહીં, અથાણાં, ચટણી અથવા ચા કે કોફી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
મોગરી જામફળ સેલેડ (Mogri jamphal salad recipe in Gujarati)
મોગરી જામફળ સેલેડ શિયાળા દરમ્યાન બનાવી શકાય એવું એક ખૂબ જ સરળ અને ફ્લેવરફૂલ સેલેડ છે. આ બંને વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સેલેડ મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#RB11#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો એક ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે જે રીંગણ શેકીને બનાવવામાં આવે છે. રીંગણને ચૂલામાં, ગેસ પર અથવા તો ઓવન માં પણ શેકી શકાય. સીધા તાપ પર શેકવામાં આવતા રીંગણ માંથી એક સ્મોકી ફ્લેવર આવે છે જે રીંગણના ઓળા ને અનોખો સ્વાદ આપે છે. રીંગણના ઓળા ને સામાન્ય રીતે બાજરીના રોટલા સાથે પીરસવામાં આવે છે પણ એને રોટલી સાથે પણ પીરસી શકાય. spicequeen -
શકકરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe Gujarati)
ઉપવાસ દરમિયાન શક્કરિયા નું શાક એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. શક્કરિયા ના શાકને દહીં સાથે પીરસવા થી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. આ શાક નાના થી મોટા બધાને જ ભાવે છે અને ઝડપ થી બની જાય છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (37)