દૂધીનું કાઠીયાવાડી શાક (Dudhi Kathiyawadi Shak Recipe In Gujarati)

Ira Vaishnav
Ira Vaishnav @cook_28615242
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૨ લોકો માટે
  1. મિડીયમ સાઈઝ દૂધી
  2. નાનુ બટાકુ
  3. ૧ ચમચીજીરૂ
  4. ૧ ચમચીરાઈ
  5. ચપટીહિંગ
  6. ૩ નંગમીઠા લીમડાના પાન
  7. 1લીલુ મરચું ઝીણું સમારેલુ
  8. ૧ ચમચીહળદર
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ૧ ચમચીગોળ
  13. ૧ ચમચીલીંબુનો રસ
  14. પાણી જરૂર પ્રમાણે
  15. ૨ ચમચીતેલ
  16. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિડીયમ સાઈઝ દૂધી લો

  2. 2

    પછી તેને વચ્ચેથી કાપી તેની છાલ ઉતારી લો

  3. 3

    ત્યારબાદ તેને ઝીણી સમારી લો

  4. 4

    ત્યારબાદ તેને પાણીમાં સરખી રીતે ધોઈ પાણીમાં રાખો જેથી કરીને કાળી ન પડે

  5. 5

    ત્યારબાદ એક બાઉલમાં બટાકુ લઈને તેને ઝીણુ સમારી પાણીમાં રાખો

  6. 6

    હવે કુકરમાં તેલ ઉમેરો

  7. 7

    પછી તેમાં રાઈ અને જીરું ઉમેરો

  8. 8

    રાઈ અને જીરું તતડી ગયા પછી તેમાં લીમડાના પત્તા અને લીલું મરચું ઉમેરો

  9. 9

    પછી તેમાં બધા મસાલા જેમ કે હિંગ, હળદર,લાલ મરચું પાઉડર ઉમેરો

  10. 10

    હવે બધો મસાલો સરસ રીતે મિક્સ કરી લો

  11. 11

    પછી તેમાં સમારેલા બટાકા ઉમેરો

  12. 12

    પછી તેમાં સમારેલી દૂધી ઉમેરો

  13. 13

    દુધી અને બટાકા ઉમેર્યા પછી બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી દો

  14. 14

    પછી તેમાં જરૂર પુરતું પાણી નાખો

  15. 15

    પછી તેમાં મીઠું નાખો

  16. 16

    પછી ઉપરથી લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરીને સરસ રીતે હલાવી દો

  17. 17

    ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો

  18. 18

    પછી તેમાં લીંબુનો રસ ઉમેરી હલાવી દો

  19. 19

    પછી ખાંડણીયામાં આદુ અને લસણને ખાંડી નાખો

  20. 20

    ત્યાર પછી આદુ લસણની પેસ્ટને શાકમાં ઉમેરો

  21. 21

    ત્યારબાદ બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી દો

  22. 22

    ત્યાર પછી કુકરમાં 3 સીટી વગાડો

  23. 23

    3 સીટી વગાડી યા પછી કુકા નું ઢાંકણું ખોલી નાખો અને બધું હલાવી દો

  24. 24

    ત્યારબાદ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખી દો

  25. 25

    ત્યાર પછી બધુ સરસ રીતે હલાવીને મિક્સ કરી દો અને એક બાઉલમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ira Vaishnav
Ira Vaishnav @cook_28615242
પર

Similar Recipes