પેસ્તો રાઈસ બાસ્કેટ(pesto rice basket recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#AM2
બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરીને પેસ્તો સોસ સાથે રાઈસ બનાવ્યા છે. આ મારી પોતાની રેસીપી છે.જેને બાસ્કેટ બનાવી તેમાં સર્વ કર્યા છે.જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.

પેસ્તો રાઈસ બાસ્કેટ(pesto rice basket recipe in Gujarati)

#AM2
બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરીને પેસ્તો સોસ સાથે રાઈસ બનાવ્યા છે. આ મારી પોતાની રેસીપી છે.જેને બાસ્કેટ બનાવી તેમાં સર્વ કર્યા છે.જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 3/4 કપબ્રાઉન રાઈસ
  2. 🌺પેસ્તો સોસ માટે:
  3. 1 કપબેસિલ
  4. 3/4 કપફુદીના પાન
  5. 3/4 કપતુલસી પાન
  6. 3 નંગઅખરોટ
  7. 2 ચમચીકોથમીર
  8. 1-2 નંગતીખાં મરચાં
  9. 3 ચમચીઓલિવ ઓઈલ
  10. 1/4 ચમચીમરી પાઉડર
  11. 1 નંગલીંબુ
  12. મીઠું પ્રમાણસર
  13. 🌺રાઈસ માટે:
  14. 1/4 કપસૂકું કોપરું
  15. 2 નંગઅખરોટ
  16. 2 ચમચીફુદીના પાન
  17. 2 ચમચીઓલિવ ઓઈલ
  18. મીઠું પ્રમાણસર
  19. 🌺બાસ્કેટ માટે:
  20. 1 કપમૈંદા
  21. 2 ચમચીતેલ
  22. 1 ચમચીઘી
  23. મીઠું પ્રમાણસર
  24. 1/4 ચમચીકલૌંજી
  25. ચપટીબેકીંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બ્રાઉન રાઈસ ને 2 વખત પાણી થી ધોઈ 3-4 કલાક પલાળવા. પેસ્તો સોસ ઘટકો માં બતાવ્યા પ્રમાણે મિક્સરમાં લઈ....

  2. 2

    પીસી લો. બ્રાઉન રાઈસ મીઠું નાખી ધીમાં તાપે 15 મીનીટ થવા દો.

  3. 3

    રાઈસ માટે: પેન માં તેલ ગરમ કરો કોપરું અને અખરોટ ધીમાં તાપે શેકી લો

  4. 4

    પેસ્તો સોસ મિક્સ કરો. તેમાં રાઈસ ઉમેરી મિક્સ કરો....

  5. 5

    બાસ્કેટ માટે: મૈંદા ને ચાળી તેમાં કલૌંજી, મીઠું અને તેલ ઉમેરો...રોટલી નાં લોટ કરતાં કઠણ લોટ બાંધવો.ઘી લઈ કુણવવો...ઢાંકી 10 મિનિટ રાખો. એકસરખા લુવા બનાવી મોટી પૂરી બનાવી પટ્ટી કટ્ટ કરવી.

  6. 6

    વાટકી પાછળ તેલ લગાવી પટ્ટી અંદર બહાર લગાવી ઉપરથી બોર્ડર કટ્ટ કરી એકસરખું કરવું.

  7. 7

    ઓવનમાં 200ડીગ્રી પર 10મિનિટ માટે બેક કરો...ઠંડા થાય પછી તેમાં પેસ્તો રાઈસ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes